SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે જ એક કુશળ કુળમંત્રી પરીક્ષિત વસ્તુઓને જુદી જુદી તારવતો હતો. નાભિદેવ વસ્તુપરીક્ષામાં નિમગ્ન બની નત મસ્તકે દરેક વસ્તુ માટે સૂચન કરતા જતા હતા : મંત્રીરાજ, આ પુષ્પરાગ છે. લીલો સૂડા જેવો રંગ ને આછી સોનેરી છાંટ એની શોભા વધારે છે. એમાં છિદ્ર પડાવજો. કુમાર વૃષભધ્વજના હસ્તી માટે સુંદર માળા થશે.” ” આ નીલમણિ. જાંબુડિયા રંગમાંથી કેવો સુંદર પ્રકાશ ઝરે છે ! અરે, સુમંગલાના આવાસમાં એ સુંદર શોભા આપશે. અને વૃષભની આંખની કીકી જેવા આ આસમાની હીરાને કુમારના કંઠે બાંધજો. પણ મંત્રીરાજ, લક્ષ વાતનું રાખજો કે રાત્રે એ હીરાને અલગ મૂકી દે. નહીં તો એના તેજથી પતંગિયાં, મધુમાખો ને બીજાં જીવ ખેંચાઈ આવી કુમારની નિદ્રાનો ભંગ કરશે.” શબ્દોમાં પોતાના પ્રિય પુત્ર પ્રતિનું વાત્સલ્ય ઝરતું હતું. “આ મોતી, આ વૈદૂર્ય ને આ હાથીદાંત કુશળતાપૂર્વક સાચવજો. દેવદાર વૃક્ષની છાલમાંથી નિપજાવેલું આ અંબર, કસ્તુરી મૃગની નાભિમાંથી આણેલું આ સુગંધી દ્રવ્ય ને આ રક્તસિંદૂર કુળના આરોગ્યચિંતક નિષ્ણાત વૈદરાજને સોંપજો.” મહારાજ, અશ્વિનીકુમારે મોતી અને શિલારસમાંથી અદ્ભુત નેત્રોજન શોધ્યું છે. એક સળી માત્ર આંખમાં આંજવાથી રાત્રે પણ દિવસ જેવું દેખાય છે.” “અંધકાર સમયે એની અવશ્ય પરીક્ષા કરીશું. પણ મંત્રીરાજ, કુંજની બહાર આટલો જનરવ કેમ સંભળાય છે ?” “અબઘડી જઈ આવું સ્વામિનું !” મંત્રી બહાર જઈને તરત પાછા વળ્યા. તેમની પાછળ સ્ત્રીના નેતૃત્વ નીચે પેલું જૂથ આવતું હતું. નાભિદેવ ચાલી આવતી નારી તરફ જોઈ રહ્યા. જાણે રસરાજ ચંદ્ર પોતાની પાછળ નિસ્તેજ તારાજૂથ સાથે સંસારના મહામાન્ય કુળકરની મુલાકાતે ચાલ્યો આવે છે. ચંદ્ર નજીક આવતો ગયો, તેમ નાભિદેવ એની સામે નિહાળીને જોઈ રહ્યા. થોડી વારમાં પોતાના કાળા સુગંધી વાળમાં એ ચંદ્રમુખી પોતાનું મોં છુપાવી ગઈ, ને બે હાથથી અંજલિ જોડી ઊભી રહી. આવો ભાગ્યવાનો ! ક્યાંથી આવો છો ?'' ૪૦ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy