SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ છૂટા છૂટા ને કાર્યપ્રસંગે સહુ સંયુક્ત ! સકળ સૃષ્ટિની એકતા ને એનો ઉદ્ધાર એ મારું સ્વપ્ન છે.” “અમને કંઈક કહો, હે દેવ.” વળી કેટલાકોએ પ્રશ્ન કર્યો. “તમે પૂછો ને હું કહું.” ઉદરપોષણ માટે અમને કંઈક કહો.” “પ્રકૃતિની ઉદારતા પર ભરોસો રાખજો. તમારાં ખેતરોમાં તમે પ્રેમથી પરિશ્રમ કરજો. તમારા મનની ઉદારતાનો પડઘો તમે તમારા ખેતરોમાં પામશો. ઝાડ પોતાનાં ફળ પોતે આરોગતું નથી, સરિતા પોતાનું જળ પોતે પીતી નથી; તેમ તમે પણ તમારું બીજાને આપી દેજો. યાદ રાખજો કે એમ કરશો તો તમને કદી કોઈ વસ્તુની તાણ નહીં પડે. જે માણસ ધાન્ય, ગૌ, દૂધ વગેરેનો સંગ્રહ કરે છે, એ કંઠે પાષાણ બાંધી સાગરના પાણીમાં તરવા જેવી ક્રિયા કરે છે. એના સંગ્રહમાંથી ચોરી, લૂંટ, ખૂન જેવી ઘટનાઓ જન્મે છે. માનવજાતનો એ મહાદુશ્મન છે. માળામાં સૂતેલું નિર્બળ પંખી કંઈ આવતી કાલ માટે મણનો સંગ્રહ કરીને સૂતું નથી. આવતી કાલ પર અવિશ્વાસ ન રાખો. આજનો દિવસ આવતી કાલ માટે ન બગાડો.” “અમારા દેહ માટે કંઈક કહો.” તમારો દેહ એ તમારાં સારાં કર્મોનું સાધન છે. કોણ જાણતું નથી કે પાનખર ઋતુનો દીન-હીન આંબો વસંત આવે અમૃતરસથી છલકાતી કેરીઓનું સાધન બને છે. અલગ ભલે રહો, એકમેકતા ન ભૂલશો. ફૂલોનો સ્વભાવ ધારણ કરજો. મધમાખ આવે તો મધુ આપજો, પતંગિયાં આવે તો રૂપ આપજો, હાથી આવે તો આહાર આપજો, પણ વિકાસમાં કે વિનાશમાં સુગંધ વહાવવાનો ધર્મ ન ભૂલશો.” “શ્રદ્ધા અને પ્રેમ વિશે કંઈક કહો.” “પ્રેમ તમારા મનને પવિત્ર બનાવશે. જે તમને અને બીજાને પાવન ન કરે એ પ્રેમ નહીં. દ્વેષ ને હિંસાનો આખો સાગર પ્રેમની ઉષ્મા આગળ સુકાઈ જાય છે. સાચો પ્રેમ સહુને પોતાના સમાન માનવામાં છે. શ્રદ્ધા તમારા હોડિયાનું સુકાન છે. અંધારી રાતમાંય એ દીપક બનીને ખડું રહેશે.” “વાણી વિશે કંઈક જાણવા ઇચ્છીએ છીએ.” “વાણી તમારા હૃદયને અનુસરતી બનાવજો. સિંહનું ચામડું પહેરાવી શિયાળને સિંહ નહીં બનાવી શકો. તમારા મનમાં મેલ હશે, તો તમારી વાણી વિશ્વતોમુખ ૨૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy