SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પોતે સંસારનાં બંધનથી છૂટ્યા, તેઓ સંસા૨ી સમૃદ્ધિ આપી બીજાને બંધનમાં કેમ નાખે ? એમની ઉપાસના તમને તમારું વાંછિત નહીં આપે.” “સ્વામીની સાચી ઉપાસના સેવકને ફળ્યા વિના રહેતી નથી.” “અરે, પણ તમને તો રાજ્ય જોઈએ, ને રાજ્ય તો ભરતને આપી દીધું. હવે ભરત પાસે યાચના કરો. એ તમારી પૂર્વની ને આજની તમામ સેવાઓ લક્ષમાં લેશે. એ તમારા પર પ્રસન્ન થઈને તમારું રાજ્ય તમને પાછું આપશે.’ “ભરત સ્વામીનો પુત્ર ભલે હોય, સ્વામી નથી ! કલ્પવૃક્ષને છાંડી કેરડા પાસે જવાનું આપ અમને ન કહેશો. સ્વામી સિવાય અન્ય પાસે અમે યાચના નહીં કરીએ.’ “વિના યાચનાએ પૃથ્વી મળે તો ' એવી પૃથ્વી કયાં છે ?' “અરે, સ્વામીએ જેને સત્તાથ નથી કરી, એવી અનાથ ભૂમિ ઘણી છે. ત્યાં જાઓ, પરાક્રમ કરો, પ્રતાપ બતાવો, પ્રભાવ વિસ્તારો ને પૃથ્વીનાથનું શાસન પ્રચારો. વિશાળ વસુંધરા છે. સ્વામીને પગલે ચાલો, ગ્રામ-નગર વસાવો, માનવતાને જગાવો; સ્વામીએ મોન ધાર્યું છે, સાધનાના અન્ન પહેલાં કોઈ શકિત એનો ભંગ કરાવી શકશે નહીં. એવી અનાથ ભૂમિ બતાવો ! અમે સ્વામીના નામની ત્યાં આણ પ્રસારશું.' “સિંધુ અને ગંગા જેનું આલિંગન કરે છે, એ વૈતાઢ્ય પર્વતના પ્રતિભાગમાં જ્યાં લવણસમુદ્ર એનું ચુંબન કરતો પડ્યો છે, ત્યાંની ભૂમિ અનાથ છે. જાઓ, એને સનાથ કરો ! સ્વામીના સંદેશાનું શાસન પ્રચારો : માનવ મહાન, મનુષ્યત્વ મોંઘું ! શું તમને સ્વામીએ કહ્યું નથી કે એમને પંડની સેવા કરતાં એમના ધ્યેયની સેવા વધુ પ્રિય છે ?' "" વિદ્યાધર રાજાના ઉપદેશને કુમાર નમિ ને વિનમિએ સ્વીકાર્યો. એમને લાગ્યું કે આપણી સ્વાર્થમયી પૂજા પ્રભુને ન પસંદ પડે, એ પોતે મૌનનો ત્યાગ કરી નવો માર્ગ ન બતાવે, ત્યાં સુધી તેમણે દર્શાવેલું કર્તવ્ય આચ૨વું એ તેમની સાચી સેવા છે. બંને કુમારો, પુનઃ પુનઃ પ્રભુના ચરણમાં પ્રણામ કરી, મનોવાંછિત મળ્યાના આનંદ વૈતાઢ્ય પર્વતના પ્રવાસે નીકળી પડ્યા. અવર દેવ નહીં યાચું * ૨૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy