SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ “અનાચારના કૂવેથી પાછા વળવા આચારની પરબો જરૂરી છે. કર્તવ્યનું ભાન, એનું જ્ઞાન અને અંતે કર્તવ્યબળ પ્રાપ્ત કરવું જરૂરી છે. જેની કૂખમાંથી તમે આવ્યા, એ માતાપિતાને પૂજો ! જેણે તમને સંસારનું ભાન કરાવ્યું તેને સન્માનો ! તમારા સખાને સદા વફાદાર રહો ! તમારી ભગિનીને કામિનીની નજરે ન નિહાળો. પડોશી તરફ પ્રેમ રાખો ! સંસારનો વ્યવહાર સરળ ચાલે, શાન્ત ચાલે એવી જે તમારી વર્તણૂક એનું નામ આચાર. એકબીજામાં સમાતાં શીખો. પૃથ્વી પર, વૃક્ષ પર, વનજંગલ પર, ગૌ, અશ્વ ને બળદ પર પ્યાર કરજો. એ તમારા જીવનને પરિપૂર્ણતાથી ભરી દેશે. આ અરણ્ય, આ પહાડો, આ ગિરિખીણોને કદી ન ભૂલશો. ઘર-વસ્તીથી કંટાળશો ત્યારે એ તમને આરામ આપશે.” સૌદર્ય વિશે કંઈક કહો.” “સૌંદર્ય એ મોટે ભાગે સુંઘવાની વસ્તુ છે, ખાવાની નહીં. એ સુગંધી પણ પરભોગી કેવડાના જેવી છે, જે નજીક જતાં સરી જાય ને દૂર રહેતાં તરબતર કરે. જે સૌંદર્ય.વેલની ખુશબોથી મસ્ત રહે છે, એ અનેક ફૂલડાં નિપજાવે છે. જે વેલને વાટીને પી જાય છે તે સુગંધ પણ ખોવે છે ને સૌંદર્ય પણ ગુમાવે છે. “પાણિગ્રહણ વિશે કંઈક સમજાવો.” પ્રેમ વિના પાણિગ્રહણ નહીં, પાણિગ્રહણ વિના સંયોગ નહીં. સ્ત્રીપુરુષનો સંયોગ એ સામાન્ય રમત નથી; એ તો સંસાર પર સારા કે નરસા સભ્યનો ઉમેરો કરવાની જવાબદારી છે, માટે પાણિગ્રહણ તમારા જીવનની પવિત્ર ક્રિયા બનજો. પવિત્ર રીતે એને વિચારજો ને પવિત્ર રીતે એને આચરજો. નિર્માલ્ય દંપતી સંસારને નિર્માલ્ય બનાવશે. સબળ દાંપત્ય સંસારને સફળ કરશે.” મૃત્યુ વિશે કંઈક કહો.” “મૃત્યુ તમારા આત્માની શાન્તિ છે, થાકેલાનો વિસામો છે. કોઈના સ્મશાનમાં, કોઈની સમાધિમાં કે કોઈ સાગરતીરે જઈને મરેલાં માટે રડશો. નહીં. મરેલાં તો તે વેળા ક્યાંય શાન્તિ માણતાં હશે, તમારા શોકથી એમને વ્યાકુળ કરવા નિરર્થક યત્ન ન કરશો. પાનખરમાં પાનને ખરતાં જોઈ ઝાડ રડતાં નથી; એ તો નવી વસંતની રાહમાં જીવન જીવે છે. પહાડમાંથી આવતું, પહાડ પરથી ઊતરતું કે મરૂભૂમિમાં વિલીન થતું ઝરણ વિતરણમાં કે ૨૭૪ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy