SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ એ અસ્થિનાં કે શિંગડાંનાં હતાં, પ્રથમનાં શસ્ત્રો કરતાં કામ સારું આપતાં, પણ સખત મુકાબલામાં ભાંગી પડતાં. એક વાર વાપર્યા પછી નકામાં બની જતાં. મને બાળપણથી શસ્ત્રોનો શોખ હતો, ને સુંદરી, તને તથા બ્રાહ્મીને પિતાજી જ્યારે નવનવી વિદ્યાનાં જ્ઞાન આપતા ત્યારે હું ખીણો, ટેકરીઓ ને તળેટીઓમાં ભમતો. મારી તલ્લીનતામાં ખાવું-પીવું વીસરી ગયો હતો, પદે પદે મોતનો ભય અનુભવતો ભમતો હતો. અચાનક એક ગિરિકંદરામાંથી આ વસ્તુ મને મળી. સુવર્ણ એની પાસે નિરર્થક છે. રૌપ્યની તો કાંઈ વિસાત નથી. હીરા, મણિ, માણેક, મોતી, પરવાળાં તો નકામા પથરા છે. જો, તને હું એ વસ્તીની ખૂબી પ્રત્યક્ષ પ્રયોગથી જ સમજાવું.” ભરત આગળ વધ્યો ને એક લાકડાની ફણાવાળું તીર લઈને સુંદરીને આપતાં કહ્યું : “ચલાવ આ તીર. પેલી દીવાલમાં ખૂંતાવી દે.” સુંદરીએ કાન સુધી પણછ ખેંચી તીર છોડ્યું. દીવાલને સ્પર્શી હેઠે પડી ગયું, ધારદાર અણી છુંદાઈ ગઈ. “હવે એ જ ધનુષ્ય પર આ તીર લે. ધનુષ્ય પણ એ છે, ને તીર પણ એ છે, કેવલ એની ફણા પર આ વસ્તુ લગાડેલી છે.” સુંદરીએ એને પોતાના રૂપાળા હાથોમાં તોળી જોયું. પહેલાં હલકું લાગ્યું. એણે ચાપ પર ચઢાવીને છોડ્યું. સડસડાટ કરતું વેગભર્યું એ સામી દીવાલમાં ઊંડે ખેતી ગયું. ભરત આગળ વધ્યો ને દીવાલમાંથી એ તીર ખેંચી કાઢતાં કહ્યું : “જો, આટલું સરસ કામ કરે છે, છતાં એની અણી એવી ને એવી. અને એ પ્રમાણે એનાં જ ભાલાં, બરછી ને કૃપાણ, છરી ને ખગ અહીં બનાવાય છે. મારું ખડ્ગ તેં જોયું છે ?' સુંદરી ભરતની આ સિદ્ધિ જોઈ અવાક બની ગઈ. ભરત થોડી વારમાં એક લાકડાના મ્યાનમાં રાખેલ પોતાનું ખગ લઈ આવ્યો. અર્ધચંદ્રાકાર આકારનું એ શસ્ત્ર હતું. આયુધશાળાના આછાઘેરા અંધારામાં એ ચંદ્રની જેમ ચમકી ઊઠ્યું. “આનો એક જ ઘા અને ભલભલા હાથીની સૂંઢ નોખી.' ભરતના ચહેરા પર સિદ્ધિનું ગુમાન હતું. “મહાભયંકર ! અરે, મને પણ ભય લાગે છે. આના કરતાં તો વનના વાઘના મોંમાં જવું સારું.” Jain Education International ભરતની આયુધશાળા * ૨૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy