SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ “તમે કરો તો એ તમારી રીત ન શીખે ? તમે પાણિગ્રહણ કરો; એ જંગલનું બાળ છે, તો એ પાણિપીડન કરે !'' પાણિગ્રહણ ! નવાં નામ પાડવામાં કાબેલ છો ! એનો અર્થ ?”’ “હમણાં જ સમજાવું, ત્યાં જ ઊભા રહી જજો ! આ સ્વસ્તિકને ઓળંગશો નહીં, મારે વિધિ કરવો છે.” “સુમંગલા, તારું ભેજું પણ આ ભીની ધરતીની જેમ ફળદ્રુપ છે. આ વિધિ શું ? ને આ પાણિગ્રહણ શું ?' “તમારી લુચ્ચાઈ હું જાણું છું. આ નવા ફૂલને ક્યાંકથી ઉપાડી લાવ્યા અને હવે અજાણ્યા થાઓ છો ? અરે, ખૂબ ચાલાક છો ! અને તમે સુમંગલાના જેટલો હક્ક-અધિકાર આપવા ઇચ્છો છો, પણ આપશો કઈ રીતે ? એ મારી જેમ કાંઈ તમારી સાથે જન્મેલી છે ? એક જ માતાના દૂધનું એણે અને તમે કંઈ પાન કરેલું છે ? માટે જ તમારી સાથે એને સંલગ્ન ક૨વા માટે મેં વિધિ યોજી કાઢી છે. જુઓ, ત્યાં ગોમયથી સ્વચ્છ કરેલ માતૃગૃહની બહાર ઊભા રહો. તમારી વેણી મને ગૂંથી લેવા દો; આ મણિ અને પુષ્પનાં આભૂષણ પહેરાવી લેવા દો. આ મારી સખી સુનંદાના રૂપ સામે તો જુઓ ! આ હાથીના ગંડસ્થલનાં પ્રસ્વેદથી ગંધયુક્ત હાથ જરા પ્રક્ષાલી લેજો ! મારી સખીને કદાચ એ ન પણ રુચે.” “તારી સખી સુનંદા ! ક્યારથી ”” વૃષભધ્વજે પ્રેમપૂર્વક જરા કટાક્ષ કર્યો. એ તો મારી સખી !'' “તમારી સખી બનવાને હજી વિલંબ છે. ભલે પિતાજીએ, એના કુલવાસી મનુષ્યોએ, તમને તેનું દાન કર્યું. પણ વિધિ હજી બાકી છે.’ સુમંગલા પ્રેમપૂર્વક આભૂષણ વગેરે પહેરાવતી લાડ કરતી હતી. ઋષભદેવનું હૈયું જે ભયંકર ગજરાજની ત્રાડોથી લેશ પણ કંપાયમાન થતું નહીં, એ આ મહાઉદારચેતા નારીને નીરખી થડક થડક થવા લાગ્યું. જ્યાં પ્રચંડ વિરોધની આશા હતી, ત્યાં પ્રેમપ્રવાહ વહી નીકળ્યો હતો તેઓ આ મહાનારીની આજ્ઞાને મંદસ્મિત સાથે વશ થઈ અનુસરવા લાગ્યા. “અરે, એ મંજુરવા ! ભદ્રશાળ વનમાંથી આણેલી પવિત્ર દૂર્વા અહીં બિછાવ ! નંદનવનમાંથી લાવેલ સુગંધી૨સનો અહીં છંટકાવ કરે. અને આ * પાણિપીડન હાથ ખેંચીને લગ્ન. પાણિગ્રહણ એટલે પણ લગ્ન. ૫૮ * ભગવાન ઋષભદેવ — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy