SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ વિશ્વતોમુખ ચૈત્ર માસનો ઊનો વાયુ જ્યારે વૃક્ષ વૃક્ષે નવપલ્લવતા આપી રહ્યો હતો, ત્યારે એક સુંદર સવારે પૃથ્વીનાથ સર્વસ્વનો ત્યાગ કરી મહા પ્રયાણને સારુ સજ્જ થયા. એમણે પોતાની સુદીર્ઘ કેશવાળી પીઠ પર છૂટી મૂકી દીધી; પગમાંથી ઉપાન અને મસ્તક પરથી મુગટ ઉતારી અલગ કીધાં. દેહ પર એકમાત્ર વલ્કલ ધારી એ ધીરે પગલે આમ્રભવનની બહાર નીકળ્યા. દક્ષિણાયનનો વાયુ વાતો હતો, કોકિલા મત્ત બનીને ટહુકી રહી હતી. વાયુની ઝડપે ને કોકિલાના સૂરે પૃથ્વીનાથના મહાપ્રયાણની વાત બધે પ્રસરી ગઈ. રોતાં-કકળતાં માનવીઓ દર્શનાર્થે ધસી આવ્યાં. સહુના મુખ પર એક જ પ્રશ્ન હતો : “અરે, જે સાહ્યબીને પામવા સંસાર મરી પડે છે, એને તજીને પૃથ્વીનાથ વળી શું નવું પ્રાપ્ત કરવા ઇચ્છે છે ?' માતા મરુદેવા દોડી આવ્યાં : વત્સ, મને ન તજી જા. આંખો પર અંધારાનાં પડળ ઘેરાય છે. આજ સુધી મહામહેનતે તરતું નાવ આજે ડૂબતું અનુભવું છું. મારી જીવનસંધ્યા તારા દર્શનથી પ્રભાતનું સુખ અનુભવે છે. “માતાજી ! સહુએ જવાનું છે. જનારને કોઈ રોકી શકતું નથી. દરેક સંધ્યા પ્રભાતની પુરોગામી છે. આશા રાખો કે પ્રત્યેક અંધકારની પાછળ પ્રકાશ છે, એમ દરેક દુઃખની પાછળ સુખ અવશ્ય છે, દુઃખને પચાવો ને એની પાછળના સુખને શોધવા યત્ન કરો ! ગગનાંગણના મુક્ત પ્રવાસે જતા પંખીને માળાનો મોહ કાં કરાવો, માડી ?”’ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy