SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ લંબાવ્યા. અરે, પૃથ્વીના પતિએ આજ સુધી આપ્યું હતું – ઊંચા હાથે; આજ તારું આપ્યું સ્વીકાર્ય નીચા હાથે ! મેષ સદા પૃથ્વીને આપતો રહ્યો છે; આજે જાણે પૃથ્વી પાસેથી એણે પોતે સ્વીકાર કર્યો ! પૃથ્વીનાથના કર-પાત્રમાં શ્રેયાંસ ઇક્ષુરસના ઘડા ઠાલવતો હતો. પ્રભુ એનું પાન કરી રહ્યા હતા. કેટલાય ઘડા એ કરપાત્રમાં સમાઈ ગયા, પણ શ્રેયાંસનો હર્ષ હૃદયમાં ન સમાયો. એણે ઘડો માથે લીધો, ને પ્રભુ સમીપ હર્ષનૃત્ય શરૂ કર્યું. કોઈએ રત્ન વેર્યાં, કોઈએ મોતી વેર્યાં; ફળ, ફૂલ ને પર્ણનો પાર ન રહ્યો. શ્રેયાંસના હર્ષ-નૃત્યમાં સહુ સામેલ થયા. ભારે ઠાઠ જામ્યો. અલૌકિક આનંદની દુનિયામાં બધાં મગ્ન બની ગયાં. આજ પૃથ્વીનાથ ભલે ઇસુરસથી તૃપ્ત થયા હોય, પણ એમના દર્શનરૂપી અમૃતનાં પાનથી સર્વ પ્રાકૃતજનો તૃપ્ત થયા હતા. મોડે સુધી સહુ હર્ષોલ્લાસ માણતાં રહ્યાં. ભગવાન ઋષભદેવ તો ધીરે ને સ્વસ્થ ડગે આગળ વધ્યા. જ્યારે હર્ષાવેશમાંથી સહુ જાગ્યાં ત્યારે ભાન આવ્યું કે અરે, સૂર્યના જેવી નિશ્ચિત . ગતિવાળા પ્રભુ તો આગળ ચાલ્યા ગયા છે ! નૃત્યના દીર્ઘ ક્રમમાં સહુ શ્રમિત બન્યાં હતાં. બધાં પ્રાસાદનાં પ્રાંગણમાં બેઠાં. ભગવાને પ્રથમ ભિક્ષા લીધાના સમાચાર બધે ફરી વળ્યા હતા. કચ્છમહાકચ્છ આદિ તાપસ રાજાઓ પણ આવી પહોંચ્યા હતા. સહુએ એકત્ર થઈને પ્રશ્ન કર્યો : “હે શ્રેયાંસકુમાર, ભગવાનને અમે ઘણું ઘણું ધર્યું, પણ તે તેમણે ગ્રહણ ન કર્યું. અને તમારી પાસે ઇક્ષુરસ જેવી તુચ્છ વસ્તુનો સ્વીકાર કાં કર્યો ? અરે, અમારી વાડીઓના કોલુમાં આથી અધિક રસ એમ ને એમ ઢોળાઈ જાય છે.’’ “ભાઈઓ, હાલમાં ભગવાન રાજા નથી,” શ્રેયાંસે ખુલાસો આપવાની શરૂઆત કરતાં કહ્યું. પણ તે સાથે જ મેદનીમાંથી ઘોષ ઊઠ્યો : “ના, ના, એ તો અમારા રાજા છે.' “તમારી વાત તમારી રીતે સાચી છે.” શ્રેયાંસે આગળ બોલતાં કહ્યું, “પણ ભગવાને તમામ સમૃદ્ધિનો, તમામ વૈભવનો, પુત્ર, પત્ની ને માતાનો ૨૯૨ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy