SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ તો પછી સાધનભૂત દેહનો આટલો તિરસ્કાર કાં ? એ તિરસ્કાર નહોતો, સાધનાની જે પરમ કોટી પામવી હતી, એને માટે દેહની મમતાનો અનિવાર્ય ત્યાગ હતો. સાત ખોટના સંતાનને બહુ પંપાળે જેમ બગડી જાય, તેમ દેહને બહુ પંપાળવો ખોટો હતો. બાકી, એ આ રીતે આત્મહત્યા કરવા નહોતા નીકળ્યા, પણ આત્મપ્રકાશ પ્રાપ્ત કરવા નીકળ્યા હતા. ને વિવેકી જન એ તો જાણતો જ હોય છે કે ધ્યેયની પ્રાપ્તિ માટે દેહની આવશ્યકતા છે. દેહ તો ધર્મસાધન દીપક તેલ વિના પ્રકાશતો નથી, વૃક્ષ જળ વિના જીવતું નથી, તેમ આહાર વિના દેહ ટકતો નથી. – એમ વિચારી વનજંગલોમાં વિચરનાર ભગવાન ઋષભદેવ ગ્રામનગર તરફ ચાલ્યા; દેહને ભાથું આપવા ટગુમગુ પગલે બધે વિચારવા લાગ્યા; ભિક્ષા માટે ઠેર ઠેર ફરવા લાગ્યા; પણ ભિક્ષામાં કોણ સમજે ? પેટની બળતરા એ વેળા ઓછા જાણતા હતા. આટલાં વૃક્ષ છે, આટલાં મધુ છે, આટલાં જળ છે; આ દુનિયામાં પેટ માટે કોઈ કોઈની યાચના કરતું નથી; સ્વયં પૃથ્વીનાથને શી ખોટ પડી ? લોકો કહે, અરે, પૃથ્વીનાથ પગે ચાલે છે. માટે હાથી આપો ! કેટલાક કહે, પૃથ્વીનાથને દેહ-વિલેપન માટે અંગરાગ આપો ! કેટલાક પોતાની યુવાન પુત્રીઓને લઈને આવે અને કહે : અરે, પૃથ્વીનાથ એકાકી છે તો ઠંડી રાતે ઉષ્મા અર્પે ને ઉષ્ણ રાતને સુખદ બનાવે એવી સંગિની આપો ! રત્ન, મોતી ને પરવાળાં ધરો ! મૃગ, મયૂર ને ધેનુ અર્પણ કરો ! ગામેગામ ને નગરનગર રેલાતી આ સમૃદ્ધિ વચ્ચે પૃથ્વીનાથ શરદના ચંચળ વાદળની જેમ, ખાલીખમ ચાલ્યા જાય છે; સમૃદ્ધિ સામે નજર પણ નથી કરતા. અરે રે, પૃથ્વીનાથની આંખો કંઈક ખોળે છે અવશ્ય, પણ શું ખોળે છે, એ કંઈ સમજાતું નથી ! અને જેમ સમજવું અશક્ય બનતું ગયું એમ ભેટોની પરંપરા વધતી ગઈ. ગજપુર નગરમાં એની પરાકાષ્ઠા રચાઈ ગઈ. શેરીએ શેરી સ્વાગતોથી ઊભરાઈ ગઈ. કેટલાંય પરિજનોએ પોતાનાં ઘરબાર, ધનદોલત અર્પણ કરી મેં તો ડોલતો ડુંગર દીઠો જો ૦૨૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy