________________
કે યુવતી પાણિગ્રહણવિધિ પછી જ કામસેવન કરે. બીજું બંધન હું બાંધતો નથી. જેઓ પાણિગ્રહણવિધિ વિના કામસેવન કરશે, એ મારા શાસનમાં દંડાશે.”
અને કુળનાયક નિકેત ક્યાં છે ? એણે તો શાસનદ્રોહ જ કર્યો છે. શાસનની સ્વીકૃત આજ્ઞાનો લોપ એનાથી કેમ થાય ? અને એ રીતે ચાલે તો શાસન કેમ નભે ? શિક્ષા માટે એને ભરતને સોંપવો. ક્ષમાનો એ હકદાર નથી. અને બાકી રહ્યાં બીજાં માટે પરસ્પરની સંમતિ અને પ્રેમ એ યુવકયુવતીને જોડવાનું પ્રથમ લક્ષણ. એ એમને માટે સીધો અને સરલ નિર્ણય, એટલે કે પછી વડીલોની સંમતિ, ગાય-વૃષભની આપલે, એ ગૌણ વસ્તુ છે. પરિસ્થિતિ ને વિવેક પર દરેક વાત શુભાશુભનો આધાર રાખે છે. દરેક જોડાણ સર્વોત્તમ ન પણ હોય, પણ મધ્યમ કે સામાન્ય હોય તોપણ ચાલે.”
પૃથ્વીનાથ થોડી વાર થોભ્યા, ત્યાં પાછળથી કુળનાયક નિકેત બરાડતો સંભળાયો. પેલો નકલી શાસનપતિ પણ ક્રોધમાં ડોળા ઘુમાવતો કહેતો હતો ?
પૃથ્વીનાથ, મારા શાસનમાં ને તમારા શાસનમાં શો ફેર છે ? કેવળ તમારી પાસે સેનાનાયક સુયોધ ને ભરત બાહુબલી જેવા વીર પુત્રો ને મોટી સેના છે, તેથી ડરાવો છો ? થોડો વખત રાહ જોવાઈ હોત તો એનો પણ મુકાબલો કરી દેત. મોટા જે કરે તે સાચું, નાના કરે તે ખોટું એમ જ ને? પ્રેમની વાતો કરનારનું સિંહાસન શું ભયનાં ભયંકર સાધનો પર નથી ખડું ?”
“સ્વામીનું અપમાન, દુષ્ટા” સુયોધની ગદા વીજળીની ઝડપે ઊંચી થઈને એ જ ઝડપે નીચે ઊતરી. નકલી શાસનપતિની ખોપરીના ટુકડા કરે તેટલી વાર હતી, ત્યાં તો પૃથ્વીનાથનો શંખસ્વર જેવો અવાજ સંભળાયો :
સુયોધ, સાવધાન ! ગમે તેવાને પણ પોતાનું મંતવ્ય રજૂ કરવાનો હક્ક હોવો જોઈએ. અને વળી એ ખોટું પણ નથી કહેતો. નિકેત, ભાઈ ! તું સાચું કહે છે. જે શાસનને સામ, દામ, દંડ ને ભેદની જરૂર રહે; વધ, બંધ, ઘાત, ગોષ્ઠિ ને સંગ્રામ જેનાં નિત્ય વ્યવહારનાં અંગ હોય, એ ખરેખર વખાણવાલાયક શાસન ન જ કહેવાય.”
- “શાસનનાં તો એ અનિવાર્ય અંગ છે. એમ આપ કહેતા હતા ને પિતાજી ! “નમો અરિહંતાણં' એ તો આપણા પૂર્વજોએ દીધેલો મહામંત્ર છે. અરિનો સંહાર કરો ! સંસારમાંથી માનવજાતના અરિઓને નામશેષ કરો ! એ તો આપણી રણગર્જના હતી. એના બળે તો કુળોની સ્થાપના થઈ, ૨૨૮ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org