________________
“ચાલો, મહાપ્રસ્થાનની પહેલાં થોડીએક પળ આનંદ તો કરી લઈએ.” દેવીઓએ સુંદર બંસીઓ બજાવવી શરૂ કરી. દેવોએ નૃત્ય શરૂ કર્યા. સુનંદાએ પતિની કેશવાળીમાં આંગળાં પરોવ્યાં.
સુયોધ પોતાની ગદાને અને પોતાના થનક થનક થતા પગોને રોકવા એશક્ત નીવડ્યો.
વિદાયની એ રાત્રિ, કૌમુદીભરી, સંગીતભરી, નૃત્યગાનભરી, સ્નેહસૌજન્યભરી ક્ષણભરમાં ઓગળી ગઈ.
અને ઊગતી ઉષા એક પ્રવાસી-કાફલાને હિમપ્રદેશમાંથી વિદાય આપી રહી.
. અષ્ટાપદ જ ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org