SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કુમાર ઉજ્જડ અગોચર જંગલોમાંથી પશુ જેવાં સ્ત્રી-પુરુષોને અહીં વસાવવા ખેંચી લાવતા. સુમંગલા એમના દેહને કંઈ કંઈ રીતે શણગારતી, એમનાં કુળને આબાદ બનાવતી, એકબીજાને પરસ્પરની ફરજ સમજાવતી. એ કોઈના કેશ ગૂંથી દેતી, કોઈને સ્નાનવિધિ સમજાવતી. એણે જ આ કુળની સ્ત્રીઓનાં ચિત્રવિચિત્ર નામો રાખ્યાં હતાં. કુળસ્ત્રી એનો અર્થ ન જાણતી, પણ ભાવ સમજીને દોડી આવતી. સુમંગલાના શબ્દેશબ્દને એ દેહથી ને દિલથી પૂજતી. આ પ્રદેશમાં જેટલા ઋષભ પ્યારા હતા, એટલી જ સુમંગલા પ્રિય હતી. સુકેશી આમ્રમંજરીના ગુચ્છાને અને ઇંગુદીરસના પણ પાત્રને લઈ દોડતી આવી. દેવી સુમંગલા તો હર્ષોત્સાહમાં ઘેલાં બની આજ્ઞા પર આજ્ઞા છોડી રહ્યાં હતાં : અરે, પુંડરીકે, મહાકાસારમાંથી તાજાં પુંડરીકોથી પૂર્ણ કુંભ લાવ. હે રંભા, માળાનો આરંભ કર. અરે ઉર્વશી, દૂર્વાનો સંચય આણ. અરે સુગંધે, તું સુગંધ તૈયાર કર ! તિલોત્તમે, બહાવરી બનીને શું જોયા કરે છે ? દ્વારદેશમાં સ્વસ્તિકનો આદર કર. અરે વૃતાચિ, અર્થ માટે વૃત, દધિ લાવ !” સુમંગલા પોતાની પ્રિય સખીને ક્રીડાવાપિ તરફ ખેંચી ગઈ. ચંદ્રકાન્ત મણિઓ વાપિની ભીંતમાંથી દ્રવી રહ્યા હતા. શીતળ નિર્મળ નીર છલછલતાં હતાં. ધોળે દિવસે આકાશના તારા એ ક્રિીડાવાપિમાં પોતાનાં પ્રતિબિંબ પાડતા. સુનંદા સુમંગલાને બે બાથમાં લઈ ઊંડા જળમાં ઊતરી ગઈ. સંસારના સૌંદર્યનો સમસ્ત સાર આ વાપિ-જળમાં આજે લહેરિયા લેતો હતો; પણ એને જોવાનું સૂર્ય કે ચંદ્રના ભાગ્યમાં પણ નહોતું. - તાજા જળકણથી શોભતી સુનંદાના દેહ પર કુળવાસિની સખીઓ અંગરાગ ને સુગંધી માટી ઘસી રહી. ફરીથી સુનંદા જળમાં પડીને છબછબિયાં બોલાવવા લાગી. “બહેન, આટલાં બધાં માન !” સુનંદા પોતાના પ્રત્યેની લાગણી જોઈ બોલી ઊઠી. દેવીની કૃપા એવી જ છે : વરસી એટલે બારે મેઘ સાથે. બહેન, તમે તો ભવ જીતી ગયાં." ૫૪ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy