________________
એ જ પ્રાણી પર પોતાના જેવો એક માનવી બેઠો છે ! એ જ પ્રાણીની આસપાસ પોતાના જેવાં માનવયુગલો નિરાંતે ચાલે છે ઃ ન કલ્પી શકાય તેવું આ આશ્ચર્ય હતું. ઊભા રહેવું કે નાસી જવું એની વિમાસણમાં એ પડી ગયાં. એ વેળા એક યુગલિક દોડતો આવ્યો ને બોલ્યો :
“અરે, જુઓ તો ખરાં ! પેલા આવે તે આપણા કુળકર ! વાધ પણ એમને જોઈ પીઠ બતાવે.”
“પણ ભાઈ, આ સત્યાનાશના મૂળને શા માટે સાથે આણ્યો છે ?”' “કોણ સત્યાનાશનું મૂળ '
“આ હાથી.”
“ભલા માણસ, એનાથી ભય પામવાની લેશ પણ આવશ્યકતા નથી રહી; એ તો કુળકરનો મિત્ર છે.”
“મિત્ર ! અરે, આ કાળની સાથે તે મૈત્રી હોય ?”’
“એ જ તો ખૂબી છે. આ કુળકર તો કહે છે, કે પ્રાણીમાત્ર આપણાં મિત્ર છે. એમનામાંય આપણા જેવો જીવ છે.”
“પ્રાણીમાત્ર આપણાં મિત્ર ’ યુગલિક સાંભળીને હસી પડ્યો. હસતાં હસતાં વળી બોલ્યો : “એનામાંય આપણા જેવો જીવ છે ?” એ તો હસી હસીને બેવડ વળી ગયો. પણ ગજરાજ આવી પહોંચ્યો હતો. શી શાન્ત એની આંખો હતી ! કાળદંડ જેવી લાગતી સૂંઢ જાણે કમળનાળ બની હતી. પ્રલયના દૂત જેવા એના પગ જાણે સૌમ્યતાના અવતાર હતા. કુદરત કઠોર હતી; પદેપદે શત્રુ હતાં; માનવી પણ કઠોર દિલનો બન્યો હતો; પણ ગજરાજ શાંત હતો ને એથી અધિક શાંત તો તેના પર આરૂઢ થયેલ માનવી હતો. એના મુખ પર મમતાના રંગ હતા.
“અદ્ભુત ! અરે, આ ગજરાજના સ્વામી ક્યાં વસે છે ?”’
સરયૂને પુણ્યતીરે. એમણે અનેક યુગલિકોને એકત્ર કરી ત્યાં કુળ વસાવ્યું છે. જે એ કુળનો માનવી બન્યો એને ન વાઘ-હાથીનો ડર, ન સાપચિત્તાની લેશ પણ ચિંતા ! સરયૂ અમૃત વહાવે છે. એના તીર પર કલ્પવૃક્ષ ખીલે છે. એના મેદાનમાં સુંદર કામધેનુઓ ચરે છે. મયૂર કેકા કરે છે. ઉત્તર દિશાનો હિમાળો કે દક્ષિણ દિશાનો અગ્નિભર્યો પ્રદેશ ત્યાં નથી.”
“એમનું નામ ?” “મનુ કુળકર વિમળવાહન !''
Jain Education International
For Private & Personal Use Only
કુલકરો * ૨૯
www.jainelibrary.org