SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી હતી, જેણે કુળની સ્ત્રીઓને સંસ્કાર આપ્યા હતા, સુઘડતા આપી હતી, જીવન જીવતાં શીખવ્યું હતું. માતાની જેમ પ્રેમાળ, પતિની જેમ ઉગ્ર, દેવીની જેમ સુંદર પુત્રીની સ્થિતિને મરુદેવા માતા ગંભીર વદને નીરખી રહ્યાં. સુમંગલાનાં લક્ષણો સારાં નહોતાં : આવી પીડા તો માતાને અવશ્ય ભરખી લે ! ચિંતાભર્યા દિવસો વિતતા જતા હતા. સુમંગલા પીડાથી વ્યાકુળ હતી. વારે વારે એ બૂમો પાડતી, કોઈક વાર ધીરે સ્વરે ગણગણતી: ચક્રવર્તીની માતા !” આ શબ્દોનો અર્થ કોઈ સમજતું નહીં. ચિંતાવેગભર્યા મને બધાં બેઠાં હતાં. અચાનક સરયૂતીરવાસી સમૂહો નાભિદેવ પાસે આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા : - “મહારાજ, વસંત આવી. હવે કમળો ખીલવા લાગ્યાં છે. રિસાયેલી કોયલ મનાઈ ગઈ છે. સરયૂતીરનાં ઉપવનોમાં પૂરી બહાર છે. ફળફૂલ પણ લચી પડે છે. આજ્ઞા હોય તો વનવિહાર જઈએ.” અરે, પણ કાલ સુધી તો પાનખર ઋતુનો બધે પ્રભાવ પડ્યો હતો : કાસારોમાં એક પણ કમળ નહોતું, જળકુંડોમાં એક પણ પોયણી ખીલી નહોતી, ને એક રાતમાં બધું ફેરવાઈ ગયું ?” “એક રાતમાં નહીં, પ્રાતઃકાલમાં જ બધું પરિવર્તન થઈ ગયું !” “ગૌષ્ઠિકોમાંથી પશુઓ વહેલાં ચાલ્યાં ગયાં, ને એ નિરાંતે દૂર્વા ચરે. કાલ સુધી ફળની તાણ હતી, આજે છાબની છાબ છલકાય છે. નક્કી કોઈ પુણ્યશાળીનાં પગલાં થવાનાં ! કોઈક સારો બનાવ બનવાનો ! આવું તો કદી થતું નથી, આજ મન જાણે વગર કહે હોંશમાં છે, વિના નિમિત્તે હસવાનું મન થાય છે.” “વહાલો વૃષભ જનમ્યો ત્યારે એમ જ થયું, પણ આજની સ્થિતિ શું આનંદ આપે એવી છે ? કુમાર હાજર નથી–ન જાણે ક્યાં મૃત્યુની સાથે ખેલ ખેલતો હશે ? માનવકુળોના ઉદ્ધારની એની લગની જરા વધુ પડતી લાગ્યા કરે છે.” પુત્રઘેલા પિતાએ પોતાના પેઢીપુરાણા કાર્યને પણ એક વાર પુત્રવાત્સલ્ય પાસે ઓછું લેખ્યું. “કુમાર નથી, ને વળી સુમંગલા આવી બેહાલ સ્થિતિમાં છે. અમારા મનને ન આનંદ છે, ન હાસ્ય છે.” થોડી વાર નાભિદેવ વિચારમાં પડી ગયા. વસંત માણવા જનારાઓની સંખ્યા વધતી જતી હતી. વિચારમાંથી જાગીને નાભિદેવે કહ્યું: “ભાઈઓ, તમે વસંતવિહાર માણવા જઈ શકો છો.” ૧૨૬ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy