________________
પાઠમાં દ્રવ્યનાં લક્ષણવાળાં બે જ સૂત્રો છે. રશ્ચિયધ્રૌવ્યયુ સત”", ૨૬ ! “ગુખપર્યાવત દ્રવ્યમ્ ૫, રૂ૭ | એ બે ઉપરાંત દ્રવ્યના લક્ષણ પર એક ત્રીજું સૂત્ર દિગંબરીય સૂત્રપાઠમાં છેઃ “સત દ્રવ્ય ક્ષણમ્ ” , ૨૬ આ ત્રણે દિગંબરીય સૂત્રપાઠમાંનાં સૂત્રો કુંદકુંદના પંચાસ્તિકાયની નીચેની પ્રાકૃત ગાથામાં પૂર્ણપણે વિદ્યમાન છે:
"दव्यं सल्लक्खणियं उप्पादव्वयधुवत्तसंजुक्त । गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू" ॥१०॥
આ ઉપરાંત કુંદકુંદના પ્રસિદ્ધ ગ્રંથે સાથે તત્વાર્થ. સૂત્રોનું જે શાબ્દિક અને વસ્તુગત મહત્ત્વનું સૌદશ્ય છે, તે આકસ્મિક તે નથી જ.
૩. ઉપલબ્ધ યોગસૂત્રોના રચયિતા પતંજલિ મનાય છે. વ્યાકરણ મહાભાષ્યના કર્તા પતંજલિ જ યોગસૂત્રકાર છે. કે બીજા કોઈ પતંજલિ, એ વિષે આજે કાંઈ નિશ્ચય નથી. જે મહાભાષ્યકાર અને યોગસૂત્રકાર પતંજલિ એક હોય, તે યોગસૂત્રો વિક્રમની પૂર્વે પહેલા બીજા સૈકાનાં છે, એમ કહી શકાય. ગસુત્રનું વ્યાસભાષ્ય ક્યારનું છે, તે પણ નિશ્ચિત નથી; છતાં વિક્રમના ત્રીજા સૈકાથી પ્રાચીન હોય એમ માનવાને કારણ નથી.
યોગસૂત્રો અને તેમના ભાષ્ય સાથે તત્વાર્થનાં સૂત્રો અને તેમના ભાષ્યનું શાબ્દિક તેમજ આર્થિક સદશ્ય ઘણું છે અને આકર્ષક પણ છે; છતાં એ બેમાંથી કઈ એક ઉપર
૧. આના વિશેષ વિસ્તાર માટે જુઓ મારું લખેલું હિન્દી “ગદર્શન, પ્રસ્તાવના પૃત્ર પર થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org