________________
દ્રવ્યના આશ્રિત હોય તે ગુણ,’ એટલું જ છે. કણાદના ગુણલક્ષણમાં વિશેષ ઉમેરે દેખાય છે. તે કહે છે કે, "द्रव्याश्रय्यगुणवान् संयोगविभागेष्वकारणमनपेक्ष इति गुणलक्षणम्" ૧, ૧, ૧૬ ! અર્થાત “દ્રવ્યને આશ્રિત, નિર્ગુણ, અને સંયોગવિભાગમાં અનપેક્ષ છતાં જે કારણ ન થાય, તે ગુણ.” ઉમા
સ્વાતિના ગુણલક્ષણમાં ઉત્તરાધ્યયનના ગુણલક્ષણ ઉપરાંત કણાદના ગુણલક્ષણમાને એક નિર્ગુણ એ અંશ છે. તે કહે છે કે, વ્યાશ્રય નિષ્ણુ ગુખT:” . ૬૦ અર્થાત્ “જે દ્રવ્યના આશ્રિત અને નિર્ગુણ હોય તે ગુણ
ઉત્તરાધ્યયનના અધ્ય૦ ૨૮, ગા. ૧૦ માં કાલનું લક્ષણ “વત્તળો ટો”વર્તનાક્ષ: શાસ્ત્ર: અર્થાત્ “વર્તના તે કાલનું સ્વરૂપ, એટલું જ છે. કણાદના કાલલક્ષણમાં વર્તન પદ તે નથી જ, પણ બીજા શબ્દો સાથે અપર અને પર શબ્દ દેખાય છે. “પરમિન્ય ' ક્ષિપ્રતિ
ન” ૨, ૨, ૬. ઉમાસ્વાતિકૃત કાલલક્ષણમાં વર્તના પદ ઉપરાંત જે બીજાં પદો દેખાય છે, તેમાં પરત્વ અને અપરત્વ એ બે શબ્દો પણ છે. જેમકે “વર્તના પરિણામઃ ત્રિજ્યા. परत्वापरत्वे च कालस्य" ५, २२ ।
ઉપર આપેલાં દ્રવ્ય, ગુણ અને કાલનાં લક્ષણવાળાં તત્વાર્થનાં ત્રણ સૂત્રોને ઉત્તરાધ્યયન સિવાય કોઈ જૂના શ્વેતાંબરીય જૈન આગમ અંગને ઉત્તરાધ્યયન એટલે જ શાબ્દિક આધાર હોય એમ અદ્યાપિ જોવામાં નથી આવ્યું; પરંતુ વિક્રમના પહેલા-બીજા સૈકામાં થયેલા મનાતા કુંદકુંદનાં પ્રાકૃત વચન સાથે તત્વાર્થનાં સંસ્કૃત સૂત્રોનું ક્યાંક પૂર્ણ સાદારય છે અને ક્યાંક બહુ જ થોડું છે. વેતાંબરીય સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org