________________
૩ અઢી માસી
૪ નવાયાત્રાઓ ૨ દ્વિમાસી
સિદ્ધાચલજીની ૨ દેહમાસી
૫ શંખેશ્વરજીની યાત્રાએ
૧૧ ગીરનારજીની યાત્રાએ ૧ એકમાસી
૫૦ સિદ્ધગિરિજી આદિની ૧૦૦ પૌષધ
તીર્થ યાત્રાઓ. એ સિવાય પણ નાનાં મેટાં તીર્થોની યાત્રાઓ, પૂજા પ્રભાવનાઓ તથા જીવદયા વિગેરેમાં દ્રવ્યવ્યય કરવાનું, ઈત્યાદિ ઘણું આરાધના કહી હતી. આ બેંધથી જણાશે કે આશ્રિત સાવી વર્ગ અને ગૃહસ્થવર્ગ તેઓ પ્રત્યે કેટલે સુન્દર સદ્ભાવ ધરાવતે હતે.
એમ સંઘે કહેલા ધર્મની અનુમોદના કરતાં તેઓને આત્મા વિ. સં. ૨૦૧૧ના વૈશાખ વદ ૧ના સાંજે લગભગ પાંચને પંચાવન મિનિટે નશ્વર દેહને છોડી ચાલ્યો ગ, શેકની છાયા પથરાઈ ગઈ, છતાં તેઓએ આપેલી હિતશિક્ષાઓએ અમને એ વિરહને સહન કરવાની પણ શક્તિ આપી અને કરવા યોગ્ય વિધિ કરી સિરાવ્યા પછી ગૃહસ્થાએ સ્નાનાદિ કરી મૃતકને શણગાયું.
બીજે દિવસે સવારના સાડા આઠ વાગતાં તેમની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી, હજારે નરનારીઓ એ પવિત્ર આરાધનાથી પૂજ્ય બનેલા મૃતદેહનું દર્શન કરવા ઉલટ્યાં અને જય જય નદા–જય જય ભદાના પ્રઘોષ સાથે રાજનગરના રાજમાર્ગે જતાં હજારે મનુષ્યની વચ્ચે ઝૂલતા એ મૃતકને જોઈ જોઈ અનુમોદના કરી ગયાં.