________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
થયેલા (સ્નેહ-સંધિથી જુદી પડેલી) અને દોરથી તૂટેલ સઢવાળા( ગુણસમૂહથી રહિત થયેલી) રાજાએ નીચ સ્ત્રીની માફક તે વહાણનો તત્કાળ ત્યાગ કર્યો.
ગંભીર, આરપાર વિનાના અને દુઃખદાઈ ભવસમુદ્રમાં ઉત્તમ મનુષ્યપણું જેમ દુઃખે મળી શકે છે, તેમ આવા દુઃખદ સમુદ્રમાં ઘણી મહેનતે રાજા વિમળાપર્વતને મેળવી શ કયો; અર્થાત વહાણ મૂકી દઈ ઘણી મહેનતે રાજા વિમળપર્વત પાસે આવ્યા.
સુકુમાળ શરીરવાળા સુખી રાજાને સુધા અને તૃષા ઘણુ લાગી હતી, તેનામાં ચાલવાની શકિત ઘણી ઓછી થઈ ગઈ હતી, તથાપિ કાંઈક સારી આશાથી ધીમે ધીમે ઘણું મહેનતે તે પહાડ ઉપર ચડી શકો. ઉપર ચડ્યા પછી આજુબાજુ નજર કરર્તા નજીકના એક શિખર પર રમણિક એક મંદિર તેના દેખવામાં આવ્યું. રાજા ત્યાં ગયો. પાણીની તપાસ કરતાં તે મંદિરના દ્વાર નજીક નિર્મળ પાણીથી ભરેલી એક વાવ તેના દેખવામાં આવી. તેની અંદર ઉતરી, પાણી પીને રાજા કાંઈક શાંત થયો. વાવથી બહાર આવી મંદિરના દરવાજા આગળ છાયામાં વિશ્રાંતિ લેવા માટે બેઠે, ત્યાં બેઠાં બેઠાં મંદિર તરફ નજર કરતાં તે દ્વાર આગળ બે પાદુકાઓ (મોજડીઓ) તેના જેવામાં આવી. તે જોતાં જ વિસ્મય પામી રાજા વિચારવા લાગ્યો. આ દેવમંદિર હોવાથી તેને કોઈપણ ભક્ત સિદ્ધપુરુષ (આકાશમાં ચાલવાવાળા) અહીં આવતો હવે જોઈએ. અને આ પાદુકા પણ તેનો જ હોવાનો સંભવ છે. તે પાદુકાન માલિક કોણ હશે ? તેના તરફથી પિતાને કોઈ મદદ મળશે કે કેમ? તેને નિશ્ચય કરવા માટે રાજા તત્કાળ ત્યાંથી બેઠે થયો અને મંદિરમાં જઈ તપાસ કરવા લાગ્યો.
તપાસ કરતાં તે દેવભુવનમાં એક સુંદર સ્ત્રી તેના દેખવામાં
જ પહાડની ચારે બાજુ સમુદ્ર હોવાથી આકાશગમન કરવાવાળા દિસપુરૂષની શંકા થઈ.
For Private and Personal Use Only