________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
એક વખત પાટલીપુત્ર શહેરના અધિપતિ જયરાજાએ પિનયપૂર્વક પોતાના મંત્રી સાથે મહુસેન રાજાને વિનતિ કરી કે-હે મહુસૈન નરેશ ! પૃથ્વીમ`ડળના ભડનરૂપ ચપકલતા નામની ભારે એક પુત્રી છે. મારી કુવરીનાં મારે પોતે વખાણુ કરવાં તે જો કે ચેાગ્ય નથી છતાં તેના સદ્ભૂત ગુણો જણાવવા તે કાંઇ અચેગ્ય ન જ ગણાય, તેથી હું ટૂંકામાં એટલું જ જણાવુ છું કે અદ્ભુત રૂપની સૌ દતા, અને ઉત્તમ ગુણોની સુગંધતા એ આ રાજકુમારી ચ'પકલતામાં મર્યાદા વિનાની છે, અર્થાત્ તેના જેવી રૂપવાન અને ગુણવાન રાજકુમારી કોઇ નથી,
આ રાજકુમારીના વિવાહ માટે અનેક રાજકુમારી તરફથી માંગણીઓ કરવામાં આવી હતી, છતાં કુમારી તેએમાંના કાઇ પણ કુમાર સાથે પાણિગ્રહણુ કરવાનું પસંદ કરતી જ ન હેાતી. એક દિવસે ચિતારા પાસે રહેલું તમારું ચિત્રપટ્ટ તેણીને દેખાડવામાં આવ્યું, તે ચિત્રપટ્ટ નિહાળતાં જ અકસ્માત્ તમારા ઉપર તેણી અનુરાગણી થઈ છે. આ વૃત્તાંત મારા જાણવામાં આવતાં પુને લાયક પતિ મળ્યા જાણી હું ધણો ખુશી થયા. અને તરત જ આ મારી પુત્રી તમાને અણુ કરવાની માંગણી માટે મેં મારા પ્રધાનને તમારી તરફ માકલાવ્યા છે, તે તમે તે માંગણીના સ્વીકાર કરશો, અને તેનું પાણિગ્રહણ કરવા માટે અમુક દિવસે પરિવાર સહિત અહીં પગારશે.
આ પ્રમાણે જયરાજાનાં મંત્રીનાં વચને સાંભળી મહુસેન રાજાને ધણે! આનંદ થયેા. પ્રધાનની વાત ધ્યાનમાં લઇ, તેણે તરત જ રાજાની માંગણીને સ્વીકાર કર્યાં, અને પારિતાષિક આપવાપૂર્વક વિશેષ સત્કાર કરી મત્રીને વિદાય કર્યાં.
મહુસેન રાજાએ લગ્નપ્રસંગની સામગ્રીએ તૈયાર કરી રાજ્યભાર મુખ્ય પ્રધાનને સોંપ્યું!, અને કેટલાંક ચેાગ્ય મનુષ્ય સાથે
ર
For Private and Personal Use Only