________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
પોનાં કે. મહાન ગુણવાન સ્ત્રોનાં જીવનચરિત્રોમાંથી અનુકરણ કરવાનું ઘણું મળી આવે છે. અને આ ઉદેશથી જ અનેક ધર્મશાસ્ત્રોમાં, કથાઓનો કે જીવનચરિત્રનો ભાગ મુખ્ય રાખ્યો હોય તેમ અનુભવાય છે. જે તેમ ન હોય તો જેનું જીવનચરિત્ર આપણે વાંચીએ છીએ કે ગુરુદ્વારા સાંભળીએ છીએ, તે ચરિત્રમાં આવતા ગુણ દેનો ફાયદો તે તે ચરિત્રના નાયકોને જ થયેલો હોય છે; તો પછી તે વાંચવામાં કે સાંભળવામાં ફેગટ વખતને વ્યય કરવાનું કારણ શું ? કાંઈ જ નહિ. પણ તેમ નથી. જીવનચરિત્ર સાંભળવા કે વાંચવાને મુખ્ય ઉદ્દેશ જ એ છે કે વિચારદૃષ્ટિએ તે ચરિત્રના નાયક, નાયિકાના ગુણ દે શેધી કાઢવા. ગુણોનું અનુકરણ કરવું અને દેને ત્યાગ કરે.
ચરિત્રમાં અનેક રસનું પિષણ કરેલું હોય છે, તથાપિ આભાર ને શાંતિ અનુભવાવનાર, આત્માને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર અને દુઃખમય દુનિયામાં પણ સુખને અનુભવ કરાવનાર શાંતરસ અને વૈરાગ્યરસને તે જીવનચરિત્રોમાંથી શોધી કાઢવા જોઈએ, અને તેનું સ્મરણ -આલેખન વારંવાર હૃદયપટ્ટ પર થવું જોઈએ. તેમ થાય તે જ જીવનચરિત્ર વાંચવાનું કે સાંભળવાનું સાર્થકપણું છે. જે તેમ ન થાય તો જીવનચરિત્રે, વાક્યો કે શાસ્ત્રો, શસ્ત્રરૂપે પરિણમે છે. માનસિક અનેક વિકાર ઉત્પન્ન કરી મેહ, અજ્ઞાન, રૌદ્ર અને બીભત્સાદિ રસો તરફ ખેંચી જાય છે. સુખને બદલે પરિણામે દુઃખ આપી ઊંચી માનવ જિંદગીમાંથી અધ:પાત કરાવે છે, માટે આત્મસ્થિતિની ઉચ્ચતા પ્રાપ્ત કરવાના હેતુથી, ચરિત્રાદિ ગ્રંથના સાંભળનારા કે વાચનારા વાચકોએ પૂર્વોક્ત જીવનચરિત્ર સાંભળવાનો કે વાંચવાને મુખ્ય હેતુ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. હે પ્રિયા ! આ ઉદ્દેશને મનમાં રાખી હું મારા મિત્ર સહિત એક શાંત સ્થળે જઈ બેઠો અને તે સુંદરી પણ અમારી પાસે આવી બેઠી.
For Private and Personal Use Only