________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ત્રીજું
કિન્નરીને ઈતિહાસ–રાજા મહસેન
તે સુંદરીએ પિતાને ઇતિહાસ શરૂ કરતાં જણાવ્યું કે-હે ભાઈ ધનપાળ ! હું કિન્નરી છું. ઉત્તમ મનુષ્ય ભવથી ભ્રષ્ટ થઈ આ કિન્નરીના પદને પામી છું. અને મેહથી મોહિત થઈ આ સંસારચકમાં પરિભ્રમણ કરું છું. આટલું કહેતાં કહેતાં તેના મુખ પર ગ્લાનિ આવી ગઈ. તેના શબ્દો પરથી અને આકૃતિ ઉપરથી જણાઈ આવતું હતું કે આ કિન્નરીપદ તેને દુઃખદ લાગતું હતું અને આનાથી અવિપદ તે કોઈ પણ જાતના સબળ કારણથી મનુષ્ય ભવમાં મેળવી શકી ન હતી અથવા મનુષ્યભવમાં સર્વે અનુકૂળ સંગ છતાં કોઈ પણ જાતના મેહ, પ્રમાદ કે અજ્ઞાનતાને લઈ તે અનુકૂળ સગાને લાભ તે લઈ શકી ન હતી તેને તેને પૂર્ણ પશ્ચાત્તાપ થતો હતો.
ધનપાળે પિતાની પત્નીને કહ્યું. એ અવસરે મેં તે અપ્સરાને વિનયથી જણાવ્યું–બહેન ! આટલું કહેવાથી હું કાંઈ સમજી શકતો નથી કે તમે ઉત્તમ મનુષ્ય જિંદગીથી કેવી રીતે ભ્રષ્ટ થયાં માટે વિસ્તારથી તમારે વૃત્તાંત આગળ ચલાવે.
મારી પ્રેરણાથી તે કિન્નરીએ વિસ્તારથી પિતાને વૃત્તાંત શરૂ કરતાં જણાવ્યું કે-ધનપાળ! દક્ષિણ દિશામાં આવેલા મલયાચળના પહાડથી મંડિત મલય નામને રસાળ પ્રદેશ છે. તે દેશમાં મહાન સમૃદ્ધિમાન મલયવતી નામની નગરી છે, તેમાં મહસેન રાજા રાજ્ય કરતો હતે.
For Private and Personal Use Only