________________
પણ દીકરીની કિંમત સૌથી વધુ તેને બાપ સમજે છે. અને મારું લઈને આવેલ રાજાને એ “રાજન, હસ્તિનાપુરના સિંહાસન સાથે અમારા જેવાને સંબંધ બંધાન, એ વાતને અમે અમારું પરમ સભાગ્ય સમજીએ. પણ એક શરત છે !” એમ ચેખું સંભળાવે છે.
બેલે.” સંતનું પોતાના ભાવિ સસરાની શરત જાણવા માગે છે. માગી માગીને ય તે આ ડોસે શું માગવાને છે? સંતનુએ વિચાર્યું હશે. દીકરી સિંહાસનની ધણીઆણી થયા પછી, આમે ય તે, સત્તા અને લક્ષ્મીને પ્રસાદથી એ વંચિત ઓછી રહેવાને છે!
બોલ, બોલે ! ” વિચારમાં પડેલ દેખાતા ધીવરરાજને સંતનું ફરી આગ્રહ કરે છે, “તમારી જે શરત હશે તે હું પૂરી કરીશ.”
મારી જીભ નથી ઉપડતી !” ડોસો પણ છે ને કાંઈ ચીકણો ! – શંતનને થાય છે! વાતમાં કેટલું મેણ નાખે છે, નાહકનું ! માગી માગીને શું માગવાને હશે ! બે–ચાર-પાંચ ગામ ! અથવા આ તરફના જંગલને ઈજા ! અથવા.......
“તમે વિના સંકોચે તમારી શરત મૂકે” સંતનુ એને ફરી કહે છે.
“તો સાંભળો, રાજન” એ શરત મૂકે છે, “મારી દીકરીની કુખે દીકરો થાય, તે આપના પછી હસ્તિનાપુરના સિંહાસનને સ્વામી બને;”
સંતનુને પોતાની છાતીમાં કોઈએ તીણ તીર માર્યું હોય એ અનુભવ થાય છે.
તે સૌદર્યલેલુપ જરૂર છે પણ તેનામાં માણસાઈની જરા પણ ઉણપ નથી. પોતાની પ્રથમ પ્રેયસી અને પત્ની ગંગાની એકની એક યાદગીરી દેવવ્રત–તેના હક ઉપર ચાકડી કેમ મરાય ? હજુ હમણાં જ તો તેનો યુવરાજપદે અભિષેક કર્યા છે ? પ્રજા પણ તેને કેટલી બધી ચાલે છે ? કે પણ ઉત્તર આપ્યા વગર સંતનું ત્યાંથી વિદાય થઈ જાય છે.
ને નિશ્ચય કરે છે-મસ્યગંધાને મનમાંથી ભૂંસી નાખવાનો, પણ જેમ જેમ એ ભૂલવાના પ્રયત્ન કરે છે, તેમ તેમ સ્મરણે એને વધુ ને વધુ બેબાકળા બનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com