________________
૧૬૭
પણ દુર્યોધન શેને માને! એને મનાવવા માટે તે મહાભારતકારને એક શિયાળને મોટેથી બ્રૂકાવવું પડે છે અને ઉપરથી કૂતરાઓને ! “તારે વિનાશ નજિક છે” એવી એંધાણુઓ એને સાફ સ્કૂલ રૂપમાં દેખાડયા વગર, એને (હદયપલટાને તે સવાલ જ નથી!) બાહ્ય પલટ પણ શકય જ નહોતે !
આખરે ધૃતરાષ્ટ્ર, ભાઈ વિદુર અને પત્ની ગાંધારીના દુઃખભર્યા આગ્રહથી, પણ અંદરખાનેથી તો પેલી અમંગળ એંધાણીઓથી ડરીને, ઢીલો પડે છે અને દ્રૌપદીને વરદાન માગવા કહે છે અને દ્રૌપદી, યુધિષ્ઠિરની સ્વતંત્રતા અને પુત્ર પ્રતિવિધ્યને ભવિષ્યમાં કોઈ દાસપુત્ર ન કહે એવી જોગવાઈ માગી લે છે. માગણીમાં કેટલું ઔચિત્ય છે ! યુધિષ્ઠિરને નિમિત્તે મેં આટલું કષ્ટ ભોગવ્યું એટલે યુધિષ્ઠિર ઉપર મને ક્રોધ હશે એમ જગત ભલે માને, મારે મન તો યુધિષ્ઠિર પહેલાંના જેવા જ આદરણીય છે ! વળી કેઈએ માગવાનું કહ્યું એટલે બધું જ ઓછું માગી લેવાય છે! સામા માણસનું માન જાળવવા માટે ઓછામાં ઓછું જેટલું માનવું ઘટે તેટલું જ માગવું !
એટલે જ તે ધૃતરાષ્ટ્ર અને બીજું વરદાન માગવા કહે છે, અને ત્યારે પણ દ્રૌપદી ફકત એટલું જ માગે છે કે ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવ દાસ મટી જાય, સ્વાધીન બને ! અને એમના રથ અને આયુધો. એમને સુપ્રત કરવામાં આવે. * દ્રૌપદી જાણે છે કે એના પરાક્રમી પતિઓને નવી સૃષ્ટિ સજવા માટે કેવળ આટલાની જ જરૂર છે. સ્વતંત્ર હશે અને હાથમાં હથિયાર હશે, તો એમને ચક્રવર્તી બનતાં ભાગ્યે જ કોઈ અટકાવી શકશે.
ઘરડે ધૂતરાષ્ટ્ર પણ આ સમજે છે, અને માટે જ તે દ્રૌપદીને હજુ ત્રીજું વરદાન માગવા કહે છે.
અને દ્રૌપદી “લભ ધર્મનાશનું મૂળ છે” એમ કહીને એની વધુ મહેરબાની લેવાને ઇન્કાર કરે છે.
પણ ધૃતરાષ્ટ્ર જાતે જ પાંડવોને એમની સંપત્તિ પાછી આપીને ઇન્દ્રપ્રસ્થના સિંહાસન ઉપર આરૂઢ થવા પાછા મોકલી આપે છે.
અને કરી કમાણ ધૂળ થઈ એવો ખેદ કરી રહેલા દુર્યોધન, દુઃશાસન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com