________________
૧૭૧
પર. જે વિરલા ચાલ્યા જાય !
શિરને સાટે વનની વાટે
વિરલા ચાલ્યા જાય: વગર ઉચાટે હરિને હાટે વેંચાવાને જાય !
જે વિરલા ચાલ્યા જાય !
વૃક્ષોના વિસામા થાતા, સરિતાઓને દેતા શાતા, સુકાયેલાં ઝરણુઓમાં જલ લૂકાવા જાય !
અડાબીડ અંધારની ઝાડી, જીવનની શતઝાળે બાળી, સંધાયેલા અજવાળાને, મુકિત દેવા જાય ! નભ-તર્જત શૈલોને દમતા, વિનમ્ર ખીણને નિત નમતા, દાવાનળ પી પી પૃથ્વીને પિયૂષ પાવા જાય !
કયાં જીવનરસ થઈ રેલાવા, કયાં મૃત્યુ બનીને ફેલાવા, જડ-ચાંપ્યા ચેતનને મુખડે સ્મિત મલકાવા જાય !
જે વિરલા ચાલ્યા જાય !
વન એ પાંડવોના જીવનની સાથે જ જાણે જડાયેલું છે. જનમ્યા વનમાં, બચપણ ગાળ્યું વનમાં. હસ્તિનાપુરમાં આવીને ઠરીઠામ થયા કે તરત જ દુર્યોધન તેમને અ-કારણ વિરોધી બન્યા અને તેમને નાશ કરવાની અનેક તરકીબો તેણે તથા તેના દોસ્તોએ અજમાવી. લાક્ષાગૃહ એ તેમની છેલ્લી તરકીબ હતી. એ લાક્ષાગૃહમાંથી વિદુરની સહાનુભૂતિ અને સલાહ અને પિતાને પરાક્રમ અને શૈર્ય દ્વારા તેઓ ઉગરી ગયા. પણ તે પછી વર્ષો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com