________________
૨૩૦
“તારું અનુમાન સાચું છે. ચંદ્રથી ચેથી પેઢીએ થયેલ મહારાજ આયુને હું પુત્ર છું. મારું નામ નહુષ, જે તેં સાંભળ્યું હોય તો.”
હવે નહુષની વાત તે વખતે પણ ભારતમાં પ્રસિદ્ધ હતી. સત્તા માણસની બુદ્ધિને કેવી ભ્રષ્ટ બનાવે છે તેને દાખલ દેવા માટે એ કહેવાતી.
નહુષને એકલું બધું હુંપદ આવી ગયું હતું કે પોતાની પાલખી એ ઋષિઓ પાસે ઊંચકાવતો. એકવાર અગત્ય ઋષિ એ ઊંચકનારાઓમાં હતા. એમને પગ સહેજ લપસ્યો અને પાલખીમાં બેઠેલ નહુષનો મિજાજ ગયો.
પાલખીને પડદો ઊંચો કરીને કેરડા કરતાં યે કઠોર શબ્દ એણે અગત્યને સંબોધીને વીંઝયાઃ “સઈ, સઈ, એટલે કે ચાલ, ચાલ !”
તું જાતે જ સર્પ બના” અગત્યે શાપ આપ્યો. કઈ વળી એમ પણ કહે છે કે આ નહુષ સદેહે ઇન્દ્ર બન્યું હતું અને ઈન્દ્રાણું પણ પોતાની બને એવી તેની ઈચછા હતી. ઈન્દ્રાણીએ તેને સજા કરવાના ઇરાદાથી દુબુદ્ધિ સુઝાડેલી ઃ
“જે સપ્તર્ષિઓ પાસે પાલખી ઉંચકાવીને તું મારા મહેલ પર આવે, તે હું જરૂર તારો સ્વીકાર કરું.” - કામ-વિવશ અને સ્મૃતિ-ભ્રષ્ટ નહુષે તેનું કહેવું માન્યું અને માર્ગમાં જ કઈ ઋષિને હાથે એ અજગરપણને શાપ પામ્યો.
( હકીકતમાં તો કામ વિવશતા જાતે જ એક શાપ છેઃ મનુષ્યને એ સારાસારના વિવેક વગરના પ્રાણ જેવું બનાવી દે છે, એ સમજાવવા માટે આવી કથાઓ જોડી કાઢવામાં આવી હશે.)
ભીમ અને અજગર-નહુષ વચ્ચે આ પ્રમાણે વાતચીત ચાલતી હતી ત્યાં તેની લાંબા વખતની ગેરહાજરીથી અકળાઈ ઊઠેલ યુધિષ્ઠિર તેને શોધત શોધતો આ ઠેકાણે આવી પહોંચ્યા.
નહુષને, અજગરને તેણે વિનંતિ કરીઃ “ભીમને છોડી દે, તમારા માટે ગ્ય આહારની વ્યવસ્થા હું કરાવું છું. હું પાંડુને પુત્ર યુધિષ્ઠિર... આ સત્ય જ કહું છું.”
તમે યુધિષ્ઠિર છે? તો પહેલાં હું જે બેચાર સવાલ પૂછું, તેના જવાબ આપે. પછી જોઈશું.” અજગરે શરતો મૂકી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com