________________
૩૨૪
કોણ, કૃપ, કર્ણ, અશ્વત્થામા, દુર્યોધન જેવા કુરવીરોને એકસામટા બ્રહનલા સિવાય બીજો કોણ હરાવી શકે ? ચચ વાદુ તુ ન ભૂતો ન ભવિષ્યતિ !
વિરાટની ધીરજ હવે ખૂટી. પડમાં એક પાસો પડ હતો તે ઉઠાવીને તેણે ઝીંક, કંકના મોઢા પર! લેહીની ધાર થઈ.
......અને એ ધાર રાખે ધરતી પર પડે એ બીકે કે કે તેને પિતાની હથેલીમાં ઝીલવા માંડી,
પાસે જ સૈરબ્રી ઊભી હતી. પતિના મનને વતી જઈને તે એક જલભરેલ સુવર્ણપાત્ર લઈ આવી. કંકે હથેળી એમાં ઠાલવી.
આટલી વારમાં તો ઉત્તરની વિજયયાત્રા-સવારી-રાજમહેલ સુધી આવી પહોંચી હતી.
દ્વારપાળે વિરાટને ખબર આપ્યા કે ઉત્તર તેમજ બૃહન્નલા બને અંદર આવવા રજા માગે છે.
“અમે પણ એ બન્નેને જોવા એટલા જ ઉત્સુક છીએ.” વિરાટે કહ્યું. જલદીથી લઈ આવ બંનેને.”
બન્નેને નહિ, ફકત ઉત્તરને!” દ્વારપાળના કાનમાં કંકે કહ્યું. “બૃહલાને બારણે જ ઊભો રાખજે. એની પ્રતિજ્ઞા છે કે લડાઈના પ્રસંગ સિવાય મારું લોહી કયાંય જુવે, કઈ અલ્પે વહેવડાવેલું, તો તે ધરતીને ખેદાનમેદાન કરી નાખે.”
ઉત્તરે આવીને પિતાને પ્રણામ કર્યા. કંકનું પણ તેણે એવું જ સન્માન કર્યું. “આમની આવી સ્થિતિ કોણે કરી, પિતાજી?” તેણે પૂછયું.
મેં!” બેધડક વિરાટે જવાબ આપ્યો. “એ આડોડિયાને તે આથી યે વધુ સજા કરવી ઘટે. તારી પ્રશંસા એનાથી સહેવાતી નથી, તારી હારહાર પેલા પંઢનાં વખાણ કરે છે.
તમે આ ખોટું કર્યું છે, પિતાજી,” ઉત્તરે અત્યંત વ્યગ્રભાવે કહ્યું: “હવે તમે આમની ક્ષમા માગી લે. બ્રાહ્મણની આંતરડી કચવાવીએ તો આપણું ધનોતપને નીકળી જાય.” પુત્રવત્સલ પિતાએ કંકની ક્ષમા માગી.
એ તો મેં કયારની યે આપી દીધી છે.” કંકે કહ્યું. “આ લેહીને અદ્ધર ઝીલીને !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com