Book Title: Mahabharat Katha Part 01
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 347
________________ ૩૩૪ વિશુદ્ધિની દિશામાં જ વાળ્યા છે અને એટલે જ છેલ્લે પાંડવા જાહેર થાય છે અને વિરાટ જ્યારે ઉત્તરાને અર્જુન સાથે પરણાવવાની દરખાસ્ત યુધિષ્ઠિર પાસે મૂકે છે અને યુધિષ્ઠિર જ્યારે પાતે કશું જ ન કહેતાં અર્જુન સામે જુએ છે ત્યારે અર્જુન વિરાટને કહે છે : अन्तःपुरेऽहमुषितः सदा पश्यन् सुतां तव । रहस्यं च प्रकाशं च विश्वस्तो पितृवन्मयि ॥ प्रियो बहुतमश्चासन् नर्तको गीतकोविदः । आचार्य वच्च मां नित्यं मन्यते दुहिता तव ॥ वयस्थया तथा राजन् सह संवत्सरोषितः । अतिशङ्का भवेत् स्थाने तव लोकस्य वा विभो ॥ तस्मान्निमन्त्रयेऽय ते दुहितां मनुजाधिप । शुद्ध जितेन्द्रियो दान्नस्तस्याः शुद्धिः कृता मया ॥ स्नुषायां दुहितुर्वापि पुत्रे चात्मनि वा पुनः । अत्र शङ्कां न पश्यामि तेन शुद्धिर्भविष्यति ॥ अभिशापादह भीतो मिथ्यावादात् परन्तप । स्नुषार्थमुत्तरां राजन् प्रतिगृहामि ते सुताम् ॥ (મહામારત વિરાટ ૭૨, ૨-૬) * તમારા અંતઃપુરમાં હું નિત્ય તમારી પુત્રીને જોતા રહ્યો છું. તે આંતરિક રીતે અને ખાદ્ય રીતે મારામાં પિતા જેવા જ ભાવ-વિશ્વાસ રાખે છે. નૃત્ય અને સંગીતનેા પારંગત હું તેને ખૂબ જ પ્રિય થયા ખ઼ું. અને તમારી પુત્રી નિત્ય મને પોતાના ગુરુ જે માને છે. આમ છતાં જો હું તેને પરણું તે! તમારી આ ઉંમરલાયક પુત્રી સાથે વર્ષ સુધી રહેવાને લીધે જ આમ થયું” એવી તમારી તેમ જ લેાકાની ખાટી શંકાને સ્થાન મળી જાય. માટે હે રાજન, તમને હું આ સ્પષ્ટ વાત કહી દઉં છું કે હું શુદ્ધ જિતેન્દ્રિય અને નિર્વિકાર રહ્યો છું અને તેનામાં પણ વિકાર ન આવવા દઇ મેં તેની શુદ્ધિ જાળવી છે. એથી તમારી પુત્રીને હું મારી પુત્રવધૂ તરીકે સ્વીકારું છું. આમ થવાથી કાને શંકા કરવાપણું રહેશે નહીં. વળી ગુરુ-શિષ્યભાવમાં જે શુદિ રહેવી જોઇએ તે પણ આથી બની રહે છે. હું લેાકનંદા અને ખરાબ વચને–આક્ષેપેાથી ડરું છું. તેથી તમારી આ પુત્રી ઉત્તરાને હું પુત્રવધૂ તરીકે ગ્રહણ કરું છું. મેં તેના ઉપર સદા પુત્રીભાવ રાખ્યા છે. અને પુત્રી અને પુત્રવધૂ વચ્ચે કશા ભેદભાવ જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370