________________
આપણું શરીર એ ઈશ્વરનું મંદિર અને ધર્મનું સાધન છે. આધ્યામિક સ્વાતંત્ર્ય અને ભૌતિક જીવનમાં પરસ્પર વિરોધ નથી. ભૌતિક જીવન પણ જે વિવેક-વૈરાગ્યપૂર્વક જિવાય તો એ આધ્યાત્મિક સ્વાતંત્રયને ઉત્તરત્તર વિશેષ અનુભવ કરાવનાર થાય છે.
પ્રાચીન તત્વદશીઓએ બ્રહ્માંડની રચના, તેનું સંચાલન કરનાર પ્રકૃતિ, તેનું આધારભૂત તત્ત્વ બ્રહ્મ, સત્ય અથવા પરમાત્મા અને આ બધાંની સાથે પ્રત્યેક જીવના અસ્તિત્વની-જીવનતત્વની અભિન્નરૂપે ઓતપ્રોતતા-આ ઉપર ખૂબ ભાર મૂકે છે, અર્થાત આ સિદ્ધાંતને સૌથી વધુ વ્યાપક અને અંતિમ ગણેલો છે. પરમાત્મામાં આત્માનું સંપૂર્ણ સમર્પણ-આતમા અને પરમાભાની એકતા અનેક દષ્ટાંતો દ્વારા પ્રતિપાદિત કરી છે. જેમ કે અગ્નિમાંથી ચિનગારીઓ નીકળે છે અને તે ફરી અગ્નિમાં એકરૂપ થઈ જાય છે; જેમ સમુદ્રમાંથી વાદળો થાય છે તે નદીઓ બની ફરીથી સમુદ્રમાં મળી જાય છે.
જ્યારે મનુષ્યોને સ્પષ્ટ જ્ઞાન થાય છે અને જ્યારે તેઓ બરાબર જાગ્રત બને છે, ત્યારે તેમને અનુભવ થાય છે કે તેઓ એક અનેરી રીતે (પિતાની વિશિષ્ટ રીતે) આ જગતમાં પરમાત્માની અભિવ્યકિતનું એક સાધન માત્ર છે, અર્થાત તેઓ પરમાત્માની ઈચ્છા અને ક્રિયાનાં વાહન છે.
શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ
શ્રી પ્રફુલ્લ શાહને સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com