________________
ધર્મ એ શબ્દ પૃ= ધારણ કરવું, એ ધાતુ ઉપરથી નીકળે છે; ધર્મથી જ સર્વ પ્રજાનું ધારણ થઈ રહેલું છે. “જે (સર્વ પ્રજાનું) ધારણયુકત હોય છે તે જ ધર્મ છે એ નિશ્ચય છે” એટલે આ “ધર્મ' છૂટયો એટલે સમાજનાં બંધન તૂટયાં એમ સમજવું. અને સમાજનાં બંધને તૂટયાં એટલે આકર્ષણશકિત સિવાય આકાશમાં સૂર્યાદિક ગ્રહમાલાની, અને સુકાન સિવાય સમુદ્રમાં વહાણની જે સ્થિતિ થાય તેવી જ સ્થિતિ સમાજની પણ થઈ જાય છે. આ શોચનીય અવસ્થાએ પહોંચીને સમાજ નાશ ન થઈ જાય માટે દ્રવ્ય મેળવનાનું હોય તે પણ “ધર્મથી જ મેળવવું, એટલે કે સમાજની ઘડી ન બગડે એવી રીતે મેળવવું; અને કામાદિ વાસના તૃપ્ત કરવાની હોય તો તે પણ “ધર્મથી જ કરવી.
મહાભારતને જે દષ્ટિથી પાંચમે વેદ અથવા ધર્મસંહિતા માનવામાં આવે છે તે ધર્મસંહિતા શબ્દમાં પણ ધર્મ એ શબ્દને મુખ્ય અર્થ શો. છે તે આ ઉપરથી વાંચનારના ધ્યાનમાં આવશે. મહાભારત એ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ બે પારલૌકિક અર્થનું પ્રતિપાદન કરનાર ગ્રંથની બરોબરીને જ ધર્મગ્રંથ છે, એ જ “નારાય નમઃ ઈત્યાદિ પ્રતીકરૂપ શબ્દોથી, મહાભારતને બ્રહ્મયજ્ઞમાં નિત્યપાઠમાં સમાવેશ કરવાનું કારણ છે.
લોકમાન્ય ટિળક (“ગીતારહસ્ય”માંથી)
એચ. જે. લીચ એન્ડ કં. (એશિયન બિડીંગ, નિકલ રેડ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ ૧} ના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com