________________
જગતના મહાન ધર્મગ્રન્થ વચ્ચે ગીતા પોતાની એક મહત્ત્વની વિશેવતા દ્વારા જુદી તરી આવે છે. એ કોઈ એકાદ ક્રાઈસ્ટ કે મહમ્મદ કે બુદ્ધ જેવી સર્જનાત્મક વ્યકિતના આધ્યાત્મિક જીવનના પરિપાકરૂપ અથવા વેદઉપનિષદે પેઠે શુદ્ધ આધ્યામિક શોધની ફલશ્રુતિરૂપ, અનન્ય–સંકલિત અને સ્વતંત્ર ગ્રંથ નથી; પણ પ્રજાપ્રજા વચ્ચેના સંઘર્ષોના તેમના પુરુષોત્તમે અને પુરુષાર્થોના બૃહત્કાય ઇતિહાસમાં એક પ્રસંગ છે. અગ્રગણ્ય પુષમાંથી એકના આત્માએ અનુભવેલી કટોકટીની પળમાંથી એ પ્રગટ થઈ છે – એક એવી પળ, જ્યારે એ પુરુષ પોતાના જીવનની પરાકાષ્ઠા સમા એક એવા મહાકાર્યની સન્મુખે ઊભો હતો, જેની ભીષણતા જતાં તેના મનમાં મન્થનનું ઘમસાણ ઊભું થયું હતું, કે આ મહાકાર્યને હવે સદંતર પડતું મૂકું કે એને ભયંકર ભાસતા એના પૂર્ણવિરામ સુધી પહોંચાડું!
શ્રી અરવિન્દ
સ્વ લલુભાઈ ચંબકરાવ વ્યાસાના સ્મરણાર્થે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com