________________
એ ભાવના કેણ ઉત્પન્ન કરશે?
આપણે ગ્રેજ્યુએટ વર્ગ શાળા છોડે છે તેની સાથે જ ઉચ્ચ મનોભાવના સમાગમને પ્રદેશ પણ છોડે છે ! કેટલા નવીન કેળવણુ પામેલા સજજનોને ત્યાં ન્હાનો સરખો પણ પુસ્તકસંગ્રહ જોવામાં આવે છે ? આપણું કરતાં તો આપણા પૂર્વજોને સાહિત્યને વધારે શેખ હતો એમ કહીએ તો ચાલે. ઘેર ઘેર રામાયણ, મહાભારત અને ભાગવતની આખ્યાયિકાઓ વંચાતી, અને તે ધર્મ કરતાં પણ વિશેષ સાહિત્ય દૃષ્ટિએ. પ્રેમાનંદની લોકપ્રિયતા એ કારણથી જ છે. વળી વિશેષ સુશિક્ષિત કુટુંબમાં ઓખાહરણ, નળાખ્યાન, મામેરું વગેરે કાવ્યો હાથે ઉતારી લેવાને શ્રમ હોંશભેર કરવામાં આવતે, એટલું જ નહિ, પણ સામાન્ય લોક પણ આ કાવ્યનું પ્રેમ અને રસપૂર્વક વારંવાર શ્રવણ કરતા. અર્વાચીન સમયમાં કયાં સાહિત્યનાં પુસ્તક પ્રત્યે આપણું ગ્રેજયુએટ વર્ગને આટલો પ્રેમ છે એમ કહી શકાશે? આપણું વર્તમાન જીવન શુષ્ક અને ગ્રામ્ય (Vulgar) થઈ ગયું છે; ધર્મસાહિત્ય-કલાની ભાવના એમાંથી ઊડી ગઈ છે, ગરીબ સ્થિતિમાં પણ એ ભાવના ઉગ્ય રીતે કેળવી શકાય છે એ સ્મરણ જતું રહ્યું છે....... કેટલાક આમાં આપણી વર્તમાન કેળવણીને દોષ જોશે, કેટલાક જમાનાને, અને કેટલાક આપણી પરિસ્થિતિને. વસ્તુતઃ વિચારતાં, કેળવણીનાં પુસ્તકેને તો દેષ નથી જ. જમાને અને પરિસ્થિતિ એ મનુષ્યની પોતાની શકિત કુંઠિત થતાં પોતાની બહાર અનુભવાતી જગતની શકિતનું નામાન્તર છે. એ શકિતને કાળરૂપે ક૯પીને જમાને કહે, વા દેશ, કાલ અને વસ્તુને એકઠાં કરીને પરિસ્થિતિ કહો. ગમે તેમ કહો પણ આપણે જ આપણો જમાને અને પરિસ્થિતિ ઘડીએ છીએ. “રાના સ્ત્રી પરમ્ ” આપણા જીવનના આપણે રાજા થઈએ, આપણા જીવનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરીએ, તો આપણું જમાનાને અને પરિસ્થિતિને આપણે બદલી શકીએ, તે માટે આપણે આપણા સમયમાં અને આપણી આસપાસ નવી ભાવના ઉત્પન્ન કરવાની છે. એ ભાવના કાણુ ઉત્પન્ન કરશે ?
ડો. આનંદશંકર ધ્રુવ.
...............
મેટલ શાઈન ઈન્ડસ્ટ્રીસ ઇલેક્ટ્રોપેટર્સ બસરાણી ઍસ્ટેટ, બ્લોક-એફ, કુર્લા, મુંબઈ ૭૦ As ના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com