________________
પ્રથમ તે વ્યાસ કવિએ ઐતિહાસિક અથવા કાલ્પનિક વ્યક્તિઓના વ્યંજનકાળે તેમનામાં રૂપકગુણનું પણ સાથે સાથે આવાહન કરેલું હોય એમાં શું કાંઈ અસંભવિતતા છે? બીજું, એક વાલ્મીકિને રામચંદ્રમાંથી કેટલા કવિજને કેટલા ભિન્નભિન્ન સ્વભાવવાળા રામ વર્ણવેલા છે? એ સ્વભાવવૈચિયમાં શું એવા કેટલાક પરસ્પરવિઘટક ગુણે નથી કે સાથેલાગા એક જણમાં ન હોઈ શકે ? ખરી વાત એ છે કે મહાકવિએ કરેલી એક કપનાને કાળાંતરે અન્ય કવિઓ દેશકાળની અનુકૂળતા પ્રમાણે અનેક રૂપ આપે છે તેથી જ મહાકવિનું વીર્ય સફળ અને અમર થાય છે. એવા કવિઓનાં કાવ્યોને આત્મા આવી જ રીતે અનેક પુત્રોમાં અવતરે છે. એવા મહાકવિઓની કલ્પનાની વિભૂતિ તો આવી અનેક કલ્પનાઓના પ્રસવમાં જ છે.
गृह्णन्तु सर्वे यदि वा यथेच्छम् नास्ति क्षतिः कापि कवीश्वराणाम् । रत्नेषु लुप्तेषु बहुध्वमत्यैः
अद्यापि रत्नाकर एव सिन्धुः ॥ મહાકવિનું રત્નાકરત્વ તેની પાસેથી રત્ન લેવાય અને તે રત્નને અનેક નામરૂપ અપાય તેમાં જ છે. કાળમહાસાગરને તળિયે રને શેાધી વર્તમાન સૃષ્ટિમાં મૂકનાર રત્નવ્યાપારીઓ તે કવિઓ જ છે. એ રત્નને નવા ગુણ આપનાર કવિજન પણ તેમ કરવામાં નિરંકુશ હોય છે.
ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્ર' ભા. ૪થા માંથી
શ્રી જયગોપાલના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com