________________
૩૩૨
ઊગતી પેઢીનું લક્ષ ખેંચાય. વિશ્વસાહિત્યની ઉચ્ચતમ રચનાઓમાં સ્થાન પામી ચૂકેલ આપણું આ પ્રાચીન મહાકાવ્યોમાં વ્યાસ અને વાલ્મીકિ જેવા મહાકવિઓએ સંતને એવી રમણીયતાથી આલેખીને વિદ્વાનંદ્રમા બનાવ્યું છે કે એને આસ્વાદ લેતાં ધરાઈએ જ નહીં–એક વાર એનો અભ્યાસ કરવાની સુરુચિ આપણામાં જાગે તે.
મહાભારતના જે પ્રસંગની હું વાત કરું છું તે વિરાટપર્વના અંતભાગમાં છે. અજુન બ્રહનલારૂપે વિરાટની પુત્રી ઉત્તરાને ગીત-નૃત્ય શીખવવા લગભગ એક વરસ થવા નિયુકત થયેલ છે. અર્જુનની ઉંમર કંઈ નહિ તોપણ સાઠેકથી તો વધારે છે જ; પણ આકર્ષકતામાં તે કોઈ પણ યુવકથી ઊતરે એ નથી. વિરાટને તે તે પહેલી દષ્ટિએ યુવાન જ લાગ્યો છે. વિરાટના જ શબ્દો કહીએ તો.......
सत्त्वोपपन्नः पुरुषोऽमरोपमः
श्यामा युवा वाश्णयूथपेोपमः ॥ “હાથીઓના ટોળાના સરદાર-હાથીની જેમ આ શ્યામ યુવાન કાઈ દેવતાઈ પુરુષ જેવો લાગે છે.”
આ યુવાન નપુંસક હોય એમ એ માની જ શકતો નથી. “તું મારા દીકરા જેવો અથવા મારા જેવો થઈને મારા આ રાજયમાં રહે, તેનું રક્ષણ કર” એમ કહીને તેને સેનાપતિપદે નીમવાની ઇચ્છા પણ પરોક્ષ રીતે તેણે વ્યક્ત કરી છે, પણ બ્રહનલા (અર્જુન) મૂળ માગણીને વળગી રહે છે માટે, વળી તે નૃત્યગીત–આદિમાં પારંગત થઈ (થયો) છે તેથી, અને એટલે પિતાના મંત્રીઓ દ્વારા તેની વિશ્વાસપાત્રતાની ખાતરી થઈ ચૂકી છે તે કારણે વિરાટ તેને કુમારીપુરમાં મોકલે છે અને ત્યાં તે ઉત્તરા અને તેની સખીઓને નૃત્યગીતાદિ શીખવતાં શીખવતાં–
प्रियश्च तासां स बभूव पांडवः । (તેમને પ્રિયજન બની ગયો છે).
આવા અર્જુન તરફ ઉત્તરાને આ આખા વરસ દરમિયાન કેઈ પણ જાતનું ખેંચાણ નહિ જગ્યું હોય એમ માનવું એ મનુષ્યસ્વભાવનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com