________________
૩૩૧
પણ આજે એટલી જ છત છે, પણ પચીસ વરસ પહેલાંની આ નાનકડી ઘટના મારી સ્મૃતિમાં ચિરંજીવ બનીને જડાઈ રહી છે.
વિચાર કરતાં એનું કારણ મને કાંઈક સમજાયું છે. ગમતી વસ્તુઓ પ્રત્યે ખેંચાવું એ ઇંદ્રિયોનો સ્વભાવ છે. એવી રીતે એ ખેંચાયા કરે એમાં કશું જ અસામાન્ય નથી, નેધપાત્ર નથી. નોંધપાત્ર તે એ છે કે દશે દિશા
માં પ્રચંડ સૂસવતાં ખેંચાણનાં આવાં તોફાને વચ્ચે થોડીક પણ જીવનનૌકાઓ, સંયમનાં સુકાન અને વિવેકનાં હલેસાંને જોરે, વિનાશક બનતાં વમળોની વચ્ચે પણ કઈ કઈ વાર તરતી રહે છે.
અંત:કરણ, સંયમ, વિવેક વગેરે શબ્દો આજે ફેશનમાં નથી, પણ તેથી કંઈ સંયમ અને વિવેકની ખામીને કારણે સરજાતી કરુણતાઓની ભયંકરતા ઓછી નથી થઈ...કઈ પેસે ખૂએ છે, કઈ પ્રતિષ્ઠાથી હાથ ધૂએ છે, કોઈ જીવનસર્વસ્વ ગુમાવી ઘરને ખૂણે બેસી કપાળે હાથ દઈ રુએ છે ! રાજકારણથી માંડી કેળવણીના ક્ષેત્ર સુધી આવી જીવનનાશી હોનારત વખતોવખત સરજાયે જ જાય છે. છાપાંઓમાં એના વિસ્તૃત અને વિગતવાર અહેવાલો છપાય છે; લેકજીભે એ અહેવાલને સોગણું અતિશયોક્તિના રંગાએ રંગીને સમાજમાં ફરતા કરે છે; ફિટકારના વરસાદ વરસે છે; દયાના ધોધ વછૂટે છે; અને છતાં..
આવી બધી આપત્તિઓના મૂળમાં સંયમવિવેકને અભાવ છે એ વાત જોઈએ તેટલે ભાર મૂકીને કઈ કહેતું નથી. ધર્મ, અંતઃકરણ, સંયમ, વિવેક વગેરે શબ્દોને જૂનવાણી ઠરાવીને ફેશનના રંગમંચ પરથી આપણે હાંકી કાઢયા છે, તે જ આ વિનાશક કરુણતાઓના મૂળમાં છે એ હકીકત જોઈએ તેટલી બેધડક સ્પષ્ટતાથી સમાજની સામે રજૂ કરવામાં નથી આવતી. અને માનસવ્યાપારના રંજક, વિષયેત્તેજક, આકર્ષક, મોહક, માદક ચિત્રણમાં જ રાચનારું સાહિત્ય તો વળી આવા બનાવોને પોતાના કાચા માલ તરીકે વાપરીને વિનાશના એ દુક્રને ઊલટાનું વધુ વેગવંતું અને વધુ વિસ્તારવંતું બનાવ્યું જાય છે.
આવા વાતાવરણમાં મહાભારતને એક પ્રસંગ હું અહીં આલેખું છું, એવી આશાએ કે પોતાનામાં ચાલી રહેલ તુમુલ યુદ્ધોને સમજવાના એક સાધન લેખે મહાભારત અને રામાયણ તરફ આપણું, ખાસ કરીને આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com