________________
૩૩ ૦
ખૂબ ખૂબ રમું , પણ સવારે જયારે બસસ્ટેન્ડ પર એને જોઉં ત્યારે જ શાતા થાય. એના બસસ્ટેન્ડથી આપણા વિદ્યાલયના ફાટક સુધીને અર્થે કલાક એ મારી જિંદગીને સૌથી વધુમાં વધુ આનંદદાયક સમય, જાણે!”
આ બધું તેણે એક જ શ્વાસે નહોતું બોલી નાખ્યું. રડતાં રડતાં, ડૂસકાં ભરતાં ભરતાં, થંભીથંભીને, ત્રુટક ત્રુટક શબ્દોમાં, લગભગ અર્થે કલાક સુધી તેણે હદય ઠાલવ્યું હતું તેને આ સરવાળે.
એક પ્રામાણિક, ઉદ્યમી, સાલસ સ્વભાવના સારા વિદ્યાર્થી તરીકેની એની મારા મન પર છાપ હતી. આ નિખાલસ કબૂલાતને પરિણામે એના પરને મારે ભાવ વધ્યો. પોતે જે કરી રહ્યો હતો તે બરાબર ન હતું એમ તેનું અંતઃકરણ તેને કહેતું હતું અને છતાં “એનામાં કંઈક એવું છે કે રોજ સવારે મારા પગ, મારી મરજી વિરૂદ્ધ, એના બસસ્ટેન્ડની દિશામાં જવા ઊપડે છે. એ વાતનું એને દુઃખ હતું.
અંતઃકરણ અને બહિ:કરણ વચ્ચે મહિનાઓ થયા તેનામાં ગજગ્રાહ ચાલતો હતો. છોકરીએ મને રાવ કરી તેથી એ ગજગ્રાહ વધુ તીવ્ર બન્યો અને આખરે એના અંતઃકરણની જીત થઈ.
શાની ઉપમા આપું મારી ગડમથલને, સર ?” પાંચેક વરસ પછી એ મને મળેલ, ત્યારે એણે કહેલું: “પગમાં કાચની કણું ખેંચી ગઈ હોય અને કયાં છે એની ખબર ન પડતી હોય અને દુખ્યા કરે એવી બેચેની મને રહ્યા કરતી–મારી બેવકૂફીના એ અરસામાં. પછી તે દિવસે તમારી સાથે વાત થઈ અને મેં મન ઉપર કાબૂ રાખીને તેના ઘર તરફ જવાનું છોડી દીધું ત્યારે શરૂઆતમાં બેચાર દિવસ તો પગમાં છુપાયેલી પેલી કણી જાણે ખૂબ તીવ્રતાથી ખટકી; પણ પછી ધીરે ધીરે એ ખટક ઓછી થતી ગઈ અને મહિનાની અંદર તો મને સાવ આરામ થઈ ગયો. એ આરામની મજા તો તે જ કપી શકે જે એક વાર મારા જેવી બેચેનીમાંથી પસાર થયો હોય અને આજે તો હવે મારી એ બેવકૂફી જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે હસવું જ આવે છે.”
છોકરીઓને જોઈને વેવલા થનારા છોકરાઓની–અને ડોસાઓની પણ આજે અછત નથી; અને છોકરાઓને જોઈને વેવલી થનારી છોકરીઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com