________________
હું એને સ્વીકારું છું—પણ પુત્રવધૂ તરીકે ! ”
ચાંચીની એક હાઇસ્કૂલમાં આચાર્ય હતું તે વખતની વાત છે. મેટ્રિકમાં ભણતી એક વિદ્યાર્થિનીએ એક દિવસે રડતાં રડતાં રાવ કરી કે એના વર્ગને એક વિદ્યાર્થી એની પાછળ પડે છે.
શું કરે છે?' મેં પૂછયું.
રોજ સવારે જે બસસ્ટેન્ડ પરથી હું વિદ્યાલયમાં આવવા માટે બેસે છું તે બસસ્ટેન્ડ પર આવે છે.”
પછી ?”
પછી જે બસમાં હું બેસું તેમાં એ બેસે, વિદ્યાલયના સ્ટેન્ડ પર મારી સાથે ઊતરે અને સ્ટેન્ડથી વિદ્યાલય સુધી સાથે સાથે ચાલે.”
“કંઈ બોલે ખરો ?”
“કશું જ નહિ, પણ રોજ સાથે બસમાં બેસે અને સાથે સાથે ચાલે એટલે લે કે વાત કરે ને !”
પણ બસ કંઈ આપણું એકલાની નથી, સૌને માટે છે. અકસ્માત કેાઈ ભેગું થઈ જાય તેમાં કેઈને દેષ શો ?
પણ રોજ અકસ્માત થાય, સર ! અને આ તો અકસ્માત નથી જ.” * એટલે ?”
મારું ઘર વિદ્યાલયથી બે માઈલ દૂર છે, પૂર્વ તરફ. એનું ઘર વિદ્યાલયથી બે માઈલ દૂર છે, પશ્ચિમ તરફ. રોજ ચાર માઈલ ચાલીને આવે છે, કેવળ મારી જોડે બેસવા માટે!
એના ગયા પછી વિદ્યાથીને બોલાવીને મેં આ વાત કરી કે તરત જ કુગ્ગામાં ટાંકણી ભોંકતાં ફસ કરીને ફસડાઈ પડે એમ એ રડી પડે.
“કેણ જાણે શું છે સર, એનામાં, કે રોજ સવાર પડે છે ને મને એના ઘર તરફ જવાનું મન થાય છે. મનને હું નથી રેકતો એમ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com