________________
૩૨૭
उषिताःस्मो महाराज सुख तव निवेशने ।
અજ્ઞાતવાસમુષિત મંવાર ફુવ પ્રકા : ( ૧ “તમારા રાજ પ્રાસાદમાં અમે અજ્ઞાતવાસનું આ વર્ષ સુખેથી પસાર કર્યું છે–જેવી રીતે સંતાને માતાના ગર્ભમાં રહે છે તેમ...”
એમ કહીને પક્ષ રીતે એમને આભાર પણ માની લે છે.
અર્જુને આ ઓળખાણ વિધિ પુરે કર્યો કે તરત જ ઉત્તરકુમારે બ્રહનલાએ કૌરવોની સામે કેવાં કેવાં પરાક્રમે કર્યા હતાં તે વર્ણવી બતાવ્યું.
પછી વિરાટે ઉત્તરકુમાર સાથે મસલત કરી. “પાંડવોને હવે આપણે વેળાસર રિઝવીને પિતાના કરી લેવા જોઇએ. ઉત્તરાને આપણે અર્જુન જોડે પરણાવીએ તે કેમ ?”
“મને પણ એમ જ લાગે છે, પિતાજી,” ઉત્તરકુમારે સંમતિ આપી.
અને પછી તરત જ યુધિષ્ઠિરને સંબોધીને વિરાટે કહ્યું : “તમને સૌને કુશળ જોઈને હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. હવે આ મારું રાજ્ય એ તમારું જ રાજ્ય છે એમ માનશો; અને આપણા સંબંધને વધુ દઢ અને કાયમી બનાવવા માટે હું મારી પુત્રી ઉત્તરાને અર્જુન જોડે વરાવવાને પ્રસ્તાવ મુકું છું તે માન્ય રાખશો.”
યુધિષ્ઠિરે અર્જુન સામે જોયું. અર્જુને તરત જ જવાબ દીધે.
“મા અને ભરતો વચ્ચેનો સંબંધ બંધાય એ યોગ્ય જ છે. તમારી પુત્રીને હું સ્વીકાર કરું છું–મારી પુત્રવધૂ તરીકે.”
પણ મેં તો મારી પુત્રી તમને પરણાવવાની વાત કરી હતી,” વિરાટે કહ્યું, “તમે પોતે જ શા માટે એને સ્વીકાર નથી કરતા ?”
વિરાટના આ પ્રશ્નને અને જે પ્રત્યુત્તર આપે છે તે આ ગ્રંથમાં છેલે મુકેલ એક લેખમાં વિસ્તારથી ચર્ચેલ છે.
૧ માતાને પિતાના ગર્ભમાં બાળક છે એ વાતની ખબર જ હોય છે તેમ વિરાટને પણ પિતાના રાજમાં પાંડવ ગુપ્ત રીતે વિચરે છે એની ખબર હતી એવું સૂચન તો આ ઉપમામાં નહિ હોય ?
વિરાટપર્વ સમાયત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com