________________
૩૨૬
૧૦૭, અજ્ઞાતવાસનો અંત તે પછી ત્રીજે દિવસે પાંચ પાંડવો હાઈધેઇ વેત વસ્ત્રો પહેરી તથા બધાં જ આભૂષણે ધારણ કરીને યુધિષ્ઠિરની આગેવાની નીચે વિરાટની સભામાં દાખલ થયા અને “વેદીએ પર જેમ અગ્નિએ આરૂઢ થાય, તેમ ભૂમિપાલો માટે અલાયદા રાખવામાં આવેલ આસન પર આરૂઢ થયા.
વિરાટ જ્યારે સભામાં આવ્યા અને એ પાંચેયને જ્યારે તેણે આવી રીતે બેઠેલ જોયા, ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયે.
“તું મારા સભા સ્તાર, મારે સેવક” તેણે કંકને કટાક્ષમાં કહ્યું. “આ રાજ-આસન પર શેને ચઢી બેઠે છે?”
જવાબ અજુન આપે છે.
“બ્રહ્મણ્ય, કૃતવાન, ત્યાગી, યજ્ઞશીલ અને દઢવ્રત આ “કંક” તે ઈન્દ્રના અર્ધ આસનને યોગ્ય છે, રાજન ! એ શરીરધારી ધર્મ છે. જેમ મહાતેજસ્વી મનુ ભુવનોને રક્ષણહાર છે, તેમ એ પ્રજા ઉપર અનુગ્રહ કરનાર છે. એ કુરુ દેશમાં હતા ત્યારે અસંખ્ય હાથીઓ, રથ અને અો એમની પાછળ પાછળ ચાલતા અને અનેક સૂતમાગ એમની બિરદાવલી લલકારતા. એમણે બધા જ રાજાઓને ખંડણી ભરનારા વચ્ચે જેવા બનાવી દીધા હતા; અઠયાસી હજાર સ્નાતકાના એ આશ્રયદાતા હતા. વૃદ્ધો, અનાથ, અપંગ, અંધો સમેત સમગ્ર પ્રજાના એ પુત્રવત પાલનાર હતા. એના તાપથી કર્ણ અને શકુનિ તેમજ પોતાના સમગ્ર અનુયાયીમંડળ સાથે દુર્યોધન હંમેશા સંતપ્ત રહે છે. આવા ધર્મપરાયણ અને સૌજન્યસંપન્ન રાજર્ષિ થF નાëતિ ાનારું આસન ? “રાજાને યોગ્ય આસન ઉપર બિરાજવાને અધિકારી શું કરવા ના હોય?”
વિરાટ આ સાંભળીને જરા ય વિમિત થતા નથી એ પણ એક આશ્ચર્ય જ ગણાવું જોઈએ.
સંભવ છે કે છેલ્લી ચાર ઘટનાઓએ-ઉત્તરોત્તર વધુ ને વધુ ચમત્કારિક ઘટનાઓએ એને આ અંતિમ ફેટ માટે માનસિક રીતે સુસજજ કર્યો હોય.
ગમે તેમ, પણ આ કંક તે યુધિષ્ઠિર છે એમ સાંભળ્યા પછી તે કક્ત એટલું જ જાણવા માગે છે કે તે પછી ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ અને દ્રૌપદી કયાં છે ?
અને તેમની પણ ઓળખાણ આપે છે અને છેવટે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com