________________
૩૨૫
એટલે?” વિરાટે આશ્ચર્ય વ્યકત કર્યું. “એટલે એમ કે આ લોહી જે ધરતી પર પડે તે ધરતીને નાશ થઈ જાય એવું હતું.”
પણ એટલામાં તે બ્રહનલા પણ આવી ગયો. વિરાટ તેમ જ કંક બન્નેને નમન કરીને તે ઊભો રહ્યો. અને એની હાજરીમાં વિરાટે પિતાના પુત્રને પ્રશ્ન કર્યો.
“કર્ણ, ભીષ્મ, અશ્વત્થામા, રોણ, કૃપ, દુર્યોધન જેવાઓ ઉપર તે શી રીતે વિજય મેળવ્યો, બેટા ? શી રીતે એવા બળિયાઓના હાથમાંથી આપણે ગાયોને તે છોડાવી ?”
“ગાયોને મેં નથી છોડાવી, પિતાજી!” ઉત્તરે ધડાકે કર્યો; “અને ભીમાદિને પણ મેં નથી હરાવ્યા.”
સૌ તેની સામે જોઈ રહ્યા. “ત્યારે ?” વિરાટે પૂછ્યું.
ગાયોને મેં નથી છોડાવી, અને શત્રુઓને મેં નથી હરાવ્યા, પિતાજી; એ બધું તો એક દેવપુત્રે કર્યું છે.”
કયાં છે એ દેવપુત્ર ? મારે એનું સન્માન કરવું છે ? એણે કરેલ ઉપકારનું યોગ્ય સાટું વાળવું છે.”
એ તે આપણું કામ કરીને અંતર્ધાન થઈ ગયા. પિતાજી! આવતી કાલે અથવા પરમ દિવસે પાછા આવશે.”
કુરવીરોનાં આ વસ્ત્રો!” વાતને બીજી જ દિશામાં દોરવા અર્થે બોલતા હોય એમ બૃહનલાએ કહ્યું.
“તે તું હવે તારા હાથે જ ઉત્તરાકુમારીને આપી દેજે.” વિરાટ બહનલાને આજ્ઞા આપી. અને પછી
प्रतिगृयाभवत् प्रीता तानि वासांसि भामिनी એ વસ્ત્રો હાથમાં લેતાં પ્રસન્ન અમદા થઈ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com