________________
૩૨૩
પણ આટલામાં તે ઉત્તરે મોકલેલ દૂતો પણ વિજયસમાચાર સાથે આવી પહોંચ્યા. વિરાટની પ્રસન્નતાને અને એના પોરસને પાર ન રહ્યો : “મારા પુત્રે એકલે હાથે સમસ્ત કુરુઓને હરાવ્યા.”
વિજેતા પુત્રનું જાહેર સામૈયું કરવા તેણે નગરને આદેશ આપ્યો. ઉત્તરાકુમારી અનેક કુમારિકાઓ સાથે ભાઈને મીઠડાં લેવા નીકળી.
આનંદના આવેશમાં વિરાટે સેરબ્રીને પાસા લઇ આવવાની આજ્ઞા આપી.
કંકને તેણે કહ્યું : “ચાલ, આવી જાઓ, રમીએ !”
“આનંદના આવેશમાં હેઈએ, મહારાજ, તે વખતે જૂગટું ન રમવું !” કંકે શિખામણ દેવા માંડી.
આનંદમાં હોઈએ ત્યારે તે ખાસ રમવું.” કંકની વાતને કાપતાં વિરાટે કહ્યું :
સ્ત્રીઓ, ગાયા, સુવર્ણ-ગમે તે હોડમાં મુકવા તૈયાર છું આજે-તારી સામે !”
પાંડવોના મોટાભાઈ યુધિષ્ઠિરની જુગારને કારણે કેવી દુર્દશા થઈ-તે ભૂલી તો નથી ગયા ને?” કંક ટકોર કરી.
પણ વિરાટ આજે પુત્રવિજયના કેફમાં ચકચૂર હતા. અને ઘત શરૂ થયું. જુગારના રંગમાં વિરાટ પુત્રનાં વખાણ કરવા માંડયા. સામેથી કંકે પણ પોતાનું એ જ રટણ ચાલુ રાખ્યું : “બૃહન્નલા જે જેને સારથિ હોય, તે કેમ ન જીતે !”
તારામાં સારાસારને કેઈ વિવેક છે કે બસ હાલી જ મળે છે!” વિરાટે કંક પર ગુસ્સો ઠાલવ્યા. “મારા પુત્રની હારોહાર એક નપુંસકનાં વખાણ કરે છે ! હું તને મિત્ર લેખું છું, એટલે જા, આ એક વખતનો અપરાધ માફ કરું છું; પણ હવે ફરી બ્રહનલાનું નામ ન લેજે, ચંદ્ર जीवितुम् इच्छसि।
પણ કંક ઉપર તો આ ધમકીની અવળી જ અસર થાય છે. બૃહન્નલાની પ્રશસ્તિનું એક આખું કાવ્ય જ જાણે તેના મુખમાંથી નીકળવા માંડે છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com