________________
૩૨૨
એટલું જ કહેવાનું કે “કુરુઓને મેં હરાવ્યા છે. ગાયોને હું પાછી વાળી આવ્યો છું.”
એમ મારાથી શી રીતે કહેવાય, ધનંજયે!” ઉત્તરે પોતાનું આભિજાત્ય બતાવ્યું, “જે કામ તમે કર્યું તે મારા નામે શી રીતે ચઢાવી દેવાય! બાકી, અલબત્ત, તમે કહેશે ત્યાં સુધી હું તમારું નામ જાહેર નહિ કરું.”
દરમ્યાન રથ પેલાં શમીના વૃક્ષ પાસે આવી ગયો હતો. ગાંડીવ અને અન્ય શસ્ત્રાસ્ત્રીને પૂર્વવત એ વૃક્ષ ઉપર મૂકીને તેઓ બન્ને વિરાટનગર તરફ રવાના થયા. હવે બૃહન્નીલા પાછે સારથિને સ્થાને આવી ગયો હતો. પોતાના છુટા લાંબા વાળને તેણે હવે અંબેડામાં બાંધી લીધા હતા. નગરને ઝાંપે આવ્યા ત્યારે ઉત્તરને તેણે કહ્યું : “જા, ગોપાલને મળીને જરા તપાસ તે કરી આવ, કે હરાયેલાં બધાં જ ધણ પાછાં આવી ગયાં છે કે નહિ? સાથે સાથે કેટલાક ગોપાલને નગરમાં મોકલીને આપણા વિજયની વધામણી પણ પહોંચાડી દે. દરમ્યાન થાકેલા પાકેલા આ અધોને પાણી પાઈને હું તાજામાજા કરી દઉં... નગરમાં તે આપણે હવે સાંજટાણે જ પ્રવેશ કરીશું.”
૧૦૬. લેહીની એ ધાર !
ત્રિગને પરાજય કરીને નગરમાં પાછા ફરેલા વિરાટે પહેલી પૂછપરછ પિતાના પુત્ર ભૂમિંજય એટલે કે ઉત્તર અંગે કરી.
તે તે બૃહન્નલાને સારથિપદે સ્થાપીને કૌરવોની સામે યુદ્ધે ચડે છે.” તેને કહેવામાં આવ્યું. “તમે ત્રિગર્લોની સામે ગયા તે પછી તરત જ કૌરવોએ આપણુ ગાયોને હરેલી.”
વિરાટે તે જ ઘડીએ પોતાની સમગ્ર સેનાને પિતાના પુત્રની વહારે જવાને આદેશ આપ્યો. ઉત્તરની સલામતી અંગે તેને શંકા થવા માંડી :
यस्य यन्ता गतः षढो मन्येऽह न स जीवति ।
સારથિ પંઢ છે જેને, તે માનું હોય તો! કંકથી (યુધિષ્ઠિરથી) ન રહેવાયું.
જેનો સારથિ બહનલા હોય, મહારાજ,” તેણે કહ્યું, “તેને વિશ્વમાં કશો જ ભય નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com