________________
૩૨૧
બને છે અને એના શસ્ત્રાસ્ત્ર-પ્રભાવને પ્રતાપે શત્રુપક્ષના સૌ મહારથીઓ એક પછી એક મૂર્શિત થાય છે.
અને ત્યારે અર્જુનને સાંભરી આવે છે... પેલી છોકરીઓએ તેને - બ્રહનલાને - અને ઉત્તરને વિદાય આપતી વખતે કહ્યું હતું તે ..
“કુર – વીરેનાં બારીક વસ્ત્રો લેતા આવજે.”
અને ઉત્તરને તે આદેશ આપે છેઃ “જા ભાઈ, મૂછમાં પહેલા આ કુરુપ્રવીરોનાં વસ્ત્રો ઉતારી લાવ”
અને ઉત્તર બધાનાં વસ્ત્રો ઊતારી લાવે છે.
આની પાછળ એક સંકેત તો ખરો જઃ “મેં ધાર્યું હોત તો આટલી જ સહેલાઈથી તમારાં માથાં ઉતારી લીધાં હોત!”
પણ ભીમના શબ્દોમાં કહીએ તે “અજુન ત્રણ લોકને ખાતર પણ સ્વધર્મ છેડે એ નથી.”
૧૦૫. ઉત્તરનું આભિજાત્ય
વિરાટનગરની ભાગોળેથી આમ દુર્યોધન તથા તેના સાથીઓને ભૂંડે હાલે ભાગવું પડયું. તેમાં પણ સામાન્ય સૈનિકોની દશા તે સૌથી વધારે ખરાબ થઈ. પહેલાં તે તેઓ જંગલમાં સંતાઈ ગયા, પછી ધણી વગરના ઢોર જેવા “હાથ જોડીને પાર્થને શરણે આવ્યા. તેમના વાળ વિખરાયેલા હતા. ભૂખ અને તરસથી તેઓ વ્યાકુળ હતા. “પરદેશમાં હોવાને કારણે (વિરાસ્યા :) તેઓ દિમૂઢ જેવા બની ગયા હતા. અને તેમને નાણમાıન નિઘાંસાનિ. “હું દુ:ખીઓ ઉપર હાથ નથી ઉગામતો, ડરશે નહિ” એમ કહીને જયાં જવું હોય ત્યાં જવાની છૂટ આપી. | વિજેતા અર્જુને પછી વિરાટનગર તરફ વળવાને વિચાર કર્યો.
“પાંડવો બધાજ તારા પિતાના નગરમાં વસે છે એ તે તું હવે જાણે છે;” ઉત્તરને તેણે કહ્યું: “પણ નગરમાં પ્રવેશ કરતાંની સાથે તું તેમની પ્રશંસા કરવા ન માંડતો. એકાએક આ વાત સાંભળતાં તારા પિતા કદાચ, ભીતિને આંચક અનુભવશે. એટલે નગરમાં દાખલ થઈને તારે તે ફકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com