________________
૨૭૪
નિવૃત્ત જેવો છેઠો છે અને દિવસને ઘણો ખરો ભાગ આનંદ વિનદાર્થો ચોપાટ આદિ રમત રમવામાં તેમજ મલ કુસ્તી જોવામાં જ ગાળે છે એટલે તેની પોતાની તેમજ તેનાં નગરરક્ષક-દળની આંખ કંઈક ગાફિલ થઈ ગઈ હોય. જે હોય તે. પણ આ કાયડો વિચારમાં નાખી દે એવો તો છે જ.
પણ હવે આપણે પાંચ પાંડવો અને છઠ્ઠી કૉપદીની સાથે દૈતવનમાંથી વિરાટનગરની સરહદ તરફ ચાલીએ.
પાંડ નગરની બહાર સમશાન પાસે એક શમીનું-ખીજડાનું-ઝાડ છે ત્યાં આવ્યા. યુધિષ્ઠિર સનાં શસ્ત્રા એ ઝાડ ઉપરની એક બખોલમાં સંતાડી દેવાની આજ્ઞા આપી. નકુલે એ પ્રમાણે શસ્ત્રો સંતાડી દીધાં. છેવટે સ્મશાનમાં ઘણા દિવસ પહેલાંનું એક મડદું પડેલું હતું તેને ચકી લાવી એ બખેલની આડે ટીગાડી દીધું. પછી યુધિષ્ઠિરે ઈશ્વરની સ્તુતિ કરી અને પહેલેથી રોજના કરી રાખી હતી તે પ્રમાણે સૌ થડ છેડે સમયાંતરે, એક પછી એક વિરાટની રાજધાની ભણું ચાલ્યાં અને ખાવાઈ ગયાં.
૮૫. સમાજ અને રાજ્ય
વિરાટપર્વ મહાભારતના સમયને સમાજ તેમજ રાજા બને ઉપર સારું અજવાળું પાડે છે. સમાજ જેટલો કૃષિજવી હતા તેટલો જ ગોછવી હતા. લોકોના મોટા ભાગને આધાર ખેતી ઉપરાંત ગાયાનાં ધણો ઉપર હતો. “ધ” એ જ “ધન' હતું. પણ શબદ “ધને ઉપરથી જ આવ્યો છે. ઘણી ગાયા જેના પાસે હોય તે જ ધનવાન. આવી જ રીતે ધની' તે “ઘણું બન્યું હશે.
રાજ્ય રાજય વચ્ચેના ઝગડા ઘણાખરા આ ધણોને કારણે જ થતા. એક રાજ્યનાં ધણને બીજા રાજ્યવાળાઓ વાળી જાય એને અર્થ જ એ લેખાતો કે તેણે દુશ્મનાવટ જાહેર કરી યુદ્ધ છેડયું.
ચાર અને લૂંટારાઓ પણ મોટે ભાગે ગાયોનાં ધણની ચોરી અથવા લૂંટ કરતા. મત્સ્યદેશની એક બાજુએ ત્રિગર્તાના રાજા સુશર્માનું રાજ્ય હતું, બીજી બાજુએ હસ્તિનાપુરનું. સુશર્માની ગાયો વિરાટ ઉપાડી જતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com