________________
૨૮૩
ટટાર થયા. રસયા ઉપર ઓળઘોળ થઇને સૌ તેને અનેક રીતે પિરસાવવા માંડ્યા.
આ તરફ જીમૂત પણ સમજી ગયે કે શેરને સવાશેર સાંપડયો છે. હવે બરોબરિયા સાથે બાથ ભીડવાની છે. કુસ્તી વધુ ઉગ્ર બની. જીમૂતને રઘવાટ વ. ભીમને ઉશ્કેરાટ પણ વધ્યો.
અને જોતજોતામાં જીમૂત-પ્રલયને મેઘ વરસ્યા વગર જ વિરાટના આકાશમાંથી ઓગળી ગયો.
વિરાટની ધરતી એનું સ્મશાન બની ગઈ. અને વિરાટની શાન રહી ગઈ. અને બલવનું માન વધ્યું. અને યુધિષ્ઠિરની ચિંતા વધી. જીમત દુર્યોધને દશે દિશામાં મેકલેલ ગુપ્તચરમાંને એક હશે તો?
૮૯. કીચકની કામલીલા ગયા પ્રકરણમાં વર્ણવાયેલી જમત–વધની ઘટના છેડે વધુ વિચાર માગી લે છે.
કીચકના સૌ ભાઈઓ હતા. સો યે સો મલ-યુદ્ધમાં પ્રવીણ હતા એમ કહેવાયું છે; તો શું તેમને એક પણ આ જીમૂતની સામે અખાડામાં ઉતરવા તૈયાર નહિ થયો હોય? કે પછી તેમનામાં પાણું જ નહોતું; અને રાજાના સાળાના સગાવહાલા લેખે જ તેઓ રાજ્યમાં ચરી ખાતા હતા?
બીજું, વિરાટનગરને સાચો ધરણી થઈ બેઠેલો કીચક પિતે આ વખતે કયાં હતો ? દિગ્વિજય કરવા આવેલ જીમૂત મસ્યદેશમાંથી વિજેતાનું બિરૂદ મેળવીને બહાર જાત તે આખાયે ભારતવર્ષમાં મશ્કરી વિરાટની ન થાત, ( કારણ કે તે મુદ્દો હતો એ સુપ્રસિદ્ધ હતું) પણ કીચકની જ થાત. તો શું પોતાની પ્રતિષ્ઠાની પણ એને પડી ન હતી? ભોગવિલાસની પાછળ એ શું એટલી હદે નિર્માલ્ય બન્યા હતા કે રાજ-પ્રતિષ્ઠાને પ્રશ્ન પણ તેને ન સ્પશે ?
આ મતને અને દુર્યોધને પાંડવોને છતા કરવા માટે ચારે દિશાઓમાં પાઠવેલા સેંકડો ગુપ્તચરને કે સંબંધ ખરો કે નહિ ? વ્યાસજીએ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com