________________
૩૧.૮
કાઈ નથી એવી. એ પુરવાર કરવાનો સમય હવે આવી ગયો છે. તે દિવસે દુરાત્માઓ વડે પીડાતી પાંચાલીને હું ધર્મબદ્ધ હોવાને કારણે મૂંગે મહએ જોઈ રહ્યો છે ... પણ આજે હવે... દુર્યોધનની આ સમગ્ર સેના ભલે આપણું ધન્વ-યુદ્ધ નિહાળે.” કર્ણને જવાબ અર્જુન જેટલે અભિજાત નથી.
“તું મેએ બેલે છે તે કરી દેખાડ. તારાં વચને વધારે પડતાં છે. આ જગતમાં તે કાર્યની જ બોલબાલા છે.”
હવે આપણે જાણીએ છીએ કે હજુ હમણાં જ અર્જુને “કાર્ય કરી દેખાડયું છે. કર્ણના દેખતાં જ તેણે તેના ભાઈને માર્યો છે; અને ખુદ કર્ણને પણ તેણે પરાજય કર્યો છે. ઉપરાંત ચોથા ભાગના લશ્કરને લઈને દુર્યોધન હસ્તિનાપુર ભણું નાસી રહ્યો હતો તેને પણ રેકયો છે અને વિરાટની ગાયોનાં ધણને પાછાં વાળ્યાં છે. ઉપરાંત કૃપ, દ્રોણ અને અશ્વત્થામાને પણ તેણે હંફાવ્યા છે – અને આ બધું એકલે હાથે કર્યું છે. અર્જુનનું આ પરાક્રમ સગી આંખે જોયા પછી પણ કર્ણ એને એમ કહે કે “કરી દેખાડ ત્યારે સાચું !” એની પાછળ કેવળ મત્સર, દર્પ કે અહંભાવ જ નથી, પણ પ્રચંડ અને અંધ આત્મપ્રતારણું પણ છે.
પણ કર્ણના હીણાપણાની હદ તો હવે આવે છેઃ “તે દિવસે સભામાં તું દ્રૌપદીની દુર્દશા જોઈ રહ્યો તે તારી ધર્મબુદ્ધિને કારણે નહિ, પણ અશક્તિને કારણે !”
હવે આ જ કણે દ્રૌપદી-સ્વયંવર વખતે અર્જુનની વીરતા પોતાની સગી આંખોએ દીઠી છે; અને તે પછી ઠેઠ ખાંડવદાહથી શરૂ કરીને ઘેષ યાત્રાવાળા પ્રસંગ સુધી અર્જુનના એકથી એક ચઢે એવાં પરાક્રમ તે જોતો. આવ્યો છે પણ જોતા છતાં જે જેતે નથી, તેને કોણ દેખાડી શકે ?
અર્જુન અને કર્ણ વચ્ચે ફરી ધન્વયુદ્ધ શરૂ થાય છે. થોડીક જ વારમાં અજુનનું બાણ કર્ણના કવચને ભેદીને તેની છાતીમાં પેસી જાય છે અને કર્ણને આંખે અંધારાં આવે છે. અને અસહ્ય પીડાથી વ્યાકુળ બનીને તે દિવા ર પ્રયાત્ ૩મુવઃ “રણ છોડીને ઉત્તર દિશા તરફ દોડી જાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com