________________
૩૧૬
અજુને સામે ઊભેલાં બાકીનાં સૈન્યો પર એક અર્ધવર્તુલાકાર દૃષ્ટિ ફેકી.
આમ જો, પેલી નીલ પતાકા જેના પર ફરફરે છે, અને લાલ ઘડા જેને જોડયા છે તે રથ તરફ લે. તેમાં કૃપાચાર્ય છે!”
અને ઉત્તર રથને એ તરફ લે છે. આટલામાં તે અજુન એને યુદ્ધભૂમિનાં ભિન્નભિન્ન સ્થળોએ ઊભેલ દ્રોણ અશ્વત્થામા અને ભીમને પણ ઓળખાવી દે છે. દ્રોણના રથની તે તે દૂર દૂરથી પ્રદક્ષિણ પણ કરાવી લે છે–પોતાના રથ વડે ! ચોથા ભાગનું સૈન્ય લઈને હસ્તિનાપુર જવા નીકળેલ અને અર્જુનના આક્રમણના પહેલા ઝપાટાએ જ પાછો વળેલ દુર્યોધન તેમજ પરાજિત થઈને પાછા ફરી ગયેલ કર્ણ પણ યુદ્ધ માટે ફરી સજજ થઈને ક્યાંક ઊભા છે. અજુન એ બન્નેને દૃષ્ટિસંકેત વડે ચીધે છે.
પછી કૃપાચાર્ય સામે આવતાં પોતાને દેવદત્ત નામને શંખ ફૂંકીને તેમ જ પોતે કોણ છે તેની ઓળખ આપીને (નામ વિશ્વચ ચાત્મનઃ) યુદ્ધ શરૂ કરે છે. થોડેક વખત એ બે મહારથીઓ વચ્ચે એવું યુદ્ધ જામે છે કે જગતના સૌ યુદ્ધરસિયાઓને ઘડીભર જોઈ રહેવાનું મન થઈ આવે. પણ એટલામાં તો કુપના રથના બંને ઘોડાએ અર્જુનનાં બાણ વડે વીંધાઈને એવા તે ઊછળે છે–બંને સામટા ! -કે આચાર્ય રથમાંથી ગબડી પડે છે. અને ઊભા થઈ ફરી રથ પર બેસે ત્યાં સુધી અને અદબભેર થોભે છે. પછી યુદ્ધ ફરી જામે છે. પણ થોડા જ વખતમાં કૃપના ઘેડા અને સારથિ મરાય છે, એમનું ધનુષ્ય તૂટી જાય છે અને રથ પણ ભાંગી જાય છે અને પછી “છિન્નધવા, વિરથ, હતાશ્વ હતસારથિ' કૃપ પગપાળા ધસતા અજુન પર પોતાની ગદા ઝીં કે છે, જેને અજુન યુકિતપૂર્વક ચુકાવે છે. અને હવે સદંતર નિઃશસ્ત્ર બનેલ અને અનેક સ્થળોએ ઘવાયેલ કૃપને તેના સૈનિકે યુદ્ધભૂમિથી દૂર લઈ જાય છે અને અલબત્ત, અર્જુન તેમને રોકતો નથી.
હવે આપણે રથ પેલા જેના પર “કાંચની વેદીનું ચિહ્ન અંકિત છે એ રથ સામે લઈ જા. એ દ્રોણને રથ છે, અને દ્રોણ મારા ગુરુ છે. એ તે તું હવે જાણે જ છે.”
ઉત્તર અને એ દિશામાં દોડાવે છે. દરમ્યાન અને પોતાના કિશોર સારથિને દ્રોણને વિશેષ પરિચય આપે છે જે સાંભળતાં એમ જ થાય છે કે અર્જુનને ગુ–પ્રેમ, દ્રોણના શિષ્ય પ્રેમ કરતાં લેશ પણ ઊતરતે નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com