________________
૩૧૫
બાકી જે અર્ધ સૈન્ય રહ્યું તેને સુવ્યવસ્થિત કરીને ભીમે અર્જુનની સામે લડવાની તૈયારી કરી. દ્રોણને એ સૈન્યના મધ્ય ભાગમાં ભીમે મૂકયા. અશ્વત્થામાને અને કુપને દ્રોણની બને બાજુએ, અને કર્ણને તેમણે મોખરે મૂકો. પોતે સમગ્ર સૈન્યનું હલનચલન જોઈ શકે અને સંચાલન કરી શકે એવી રીતે પાછળ રહ્યા.
આમ ગોઠવાયેલી સેના પર અર્જુન ત્રાટક. શિષ્યવત્સલ દ્રોણ તો એને જોતાંવેંત હરખ–ઘેલા થઈ ગયા. તેમાં વળી અર્જુને પહેલાં બે બાણ વડે તેમને વંદના અપ તેથી તો તેમના આનંદને પાર જ ન રહ્યો.
અર્જુને જોયું કે દુર્યોધન પલાયન થઈ ગયો છે અને વિરાટની ગાયનાં ધણોને પણ હસ્તિનાપુરની દિશામાં દોડાવવામાં આવી રહ્યાં છે. અનર્થનું મૂળ અને મુદ્દામાલ આમ હાથમાંથી છટકી જાય તે તેને મંજૂર ન હતું. પોતે જે યેય રાખીને લડવા નીકળ્યો હતો તે તે સિદ્ધ થવું જ જોઈએ, અને સૌથી મેટા અપરાધીને સજા મળવી જ જોઈએ, આવો નિશ્ચય કરીને સારથિને આસને બેઠેલા ઉત્તરકુમારને તેણે પિતાના રથને હસ્તિનાપુર ભણી નાસતા દુર્યોધન તરફ લેવાનું કહ્યું.
કોણ વગેરે અર્જુનનો આશય સમજી ગયા અને દુર્યોધનને બચાવવા દોડયા. દરમ્યાન અજુનના રથના દર્શન માત્રથી જ ગાયેનાં ધણોને હાંકી જતું ચોથા ભાગનું સૈન્ય વેરવિખેર થઈ ગયું. અને ધણો પાછાં છુટવાના આનંદમાં પૂંછડીઓ ઝુલાવતાં ઝુલાવતાં અને ભાંભરડા નાખતાં નાખતાં વિરાટ નગર તરફ દોડવા માંડયાં. દુર્યોધન સમગ્ર સૈન્યની પાછળ ઊભેલા ભીષ્મની પાંખમાં ભરાવા માટે ભાગ્યો.
અર્જુને પછી સૈન્યને મેખરે ઊભેલા કર્ણ સામે સ્થને લેવડાવ્યો. કર્ણને ભાઈ અજુનને વચ્ચેથી આંતરવા દે અને થોડીક પળોની ઝપાઝપી દરમ્યાન કર્ણના દેખતાં જ અર્જુનને હાથે મરાય. કર્ણ ખૂબ રોષે ભરાયે. બે ય બાણાવળીઓ વચ્ચે થોડેક વખત તુમુલ યુદ્ધ થયું. કણે થોડીક વાર તો પાર્થની સામે ટકકર ઝીલી, પણ પછી તે થાક્યો, અને અર્જુનના બણે વડે વીંધાઈને રંગભૂમિ છેડી ગયો; અને તેની સાથે જ તેનું સૈન્ય પણ છિન્નભિન્ન થઈને નાસભાગ કરવા લાગ્યું.
“હવે કઈ તરફ?” અજુનના વિજયી પરાક્રમથી ઉલ્લસિત થઈ ઉઠેલ ઉત્તરે પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com