________________
૩૧૩
કૃપાચાર્ય અને અશ્વત્થામા કર્ણની આ શેખીને એને સળગાવી મૂકે એવો–પણ સાચે –જવાબ આપે છે. ભીષ્મ સૌને શાંત કરવા મથે છે. દ્રોણ વળી તીસરી જ વાત કરે છે. દુર્યોધન સાહસવૃત્તિના તેરમાં કૅ આડુંઅવળું ન કરી બેસે એની તકેદારી રાખવાની એ સૌને ભલામણ કરે છે.
અને છેલ્લે, દુર્યોધનના મનમાં જે વાત કયારની યે રમી રહી છે તેને ફેડ પાડવાની તે ભીષ્મને વિનંતિ કરે છે :
અજ્ઞાતવાસનું વર્ષ પૂરું થયું કે હજુ થોડાક દિવસો બાકી છે?”
અને ભીમ જાણે આ સવાલ માટે તૈયાર થઈને જ કેમ ન આવ્યા હોય એમ જવાબ આપે છે:
બાર ને એક તેર વરસો તે કયારનાં યે પૂરાં થઈ ગયાં!” “હે !” સૌ આશ્ચર્યચકિત થાય છે. “કયારે ?”
“તેર વરસ પૂરાં થઈ ગયાં.” ભીષ્મ કહે છે. “તે વાતને આજે પાંચ મહિના અને બાર દિવસ વીતી ગયા.”
(અહીં આશ્ચર્યચકિત તો આપણે સૌ થઈએ છીએ કે આ વાત ભીષ્મ હસ્તિનાપુરની રાજસભાને પાંચ મહિના અને બાર દિવસ પહેલાં જ કેમ ન કરી ?)
પછી પોતે આ ગણતરી કયા ગણિતને આધારે કરી તે પણ ભીષ્મ સમજાવે છે. અને છેલ્લે ઉપસંહર કરતા હોય એવી છટાથી કહે છે?
આ બધું જાણ્યા પછી જ અર્જુન આવ્યો હશે. વળી સાક્ષાત ધર્મની પ્રતિમા સમો યુધિષ્ઠિર જેમનો મોટો ભાઈ છે, તે પાંડવો અધર્મનું આચરણ કદી કરે જ નહિ. આ મેં તમને કહેવાનું હતું તે કહી દીધું. હવે તમને રુચે તે માર્ગ લો. કાં તો યુદ્ધ કરે, અથવા તો ધર્મનું અનુસરણ કરીને પાંડવોનું રાજ્ય પાંડવોને પાછું આપ.” દુર્યોધનને એક જ જવાબ છે.
नहि राज्यं प्रदास्यामि पांडवानां पितामह । પાંડવોનું રાજય હું પાંડવોને પાછું નહિ જ આપું !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com