________________
૩૧૧
""
અને એ શખનાદ એવા તેા ભીષણ હતેા કે ઉત્તરના રથના ઘેાડાએ ઘૂંટણભેર થઈ ગયા અને ઉત્તર પણ ભયભીત થઇને રથમાં ચોંટી ગયેા.
અર્જુને ઉત્તરને પંપાળી પંપાળીને ભયમુક્ત કર્યો.
શંખનાદા તે શું કદી સાંભળ્યા નથી ? ''
ek
“ શંખનાદા તે। મેં ઘણા યે સાંભળ્યા છે, બૃહન્નલા, પણ દિશાઓને ખળભળાવી મૂકે એવે નાદ આજે જ સાંભળ્યા. ’
(c
""
ઠીક છે. હવે પગ જમાવીને એસ. હું ફરી શંખનાદ કરું છું. એમ કહીને અર્જુને ફરી શંખનાદ કર્યો, પહેલાં કરતાં પણ વધારે ભીષણ અને હવે તા દ્રોણુ વગેરેને ખાતરી જ થઈ ગઈ કે આવે! શંખનાદ કરનારના હાથે કૌરવાનાં દાનું નિક ંદન જ નીકળી જવાનુ છે !
અને દ્રોણાચાય વળી પાછા સૌને યુદ્ધના માથી પાછા વાળવાનેા
પ્રયત્ન કર્યા.
પણ કં અને દુર્યોધનની હઠ પાસે તેમનુ કશુ ચાલ્યુ નહી..
૧૦૨.
વાહ પિતામહ, વાહ !
હવે અર્જુને પેાતાના હાથમાં જે બલેાયાં હતાં તે કાઢી નાખ્યાં હતાં અને પેાતાના વાંકડિયા તેમજ કાળા વાળને એક સફેદ વસ્ત્રમાં બાંધી લીધા
હતા.
તેના ધનુષ્યટંકાર તેમજ શ ંખનાદની અપૂર્વ ભીષણતા અનુભવ્યા પછી હવે તેા કાઇને જાણે શંકા જ રહી ન હતી. સૌના મનમાં ખાતરી જ થઈ ગઈ હતી કે આ અર્જુન જ છે!
અને દુર્યોધનને તા અત્યારથી જ પાંડવાને ફરી ખીજાં બાર વરસ વનમાં તગેડી મૂકવાનાં સપનાં પણ આવવા માંડયાં હતાં !
પણ આ દ્રોણ અને કૃપ અને ભીષ્મ-બધા થીજી કેમ ગયા છે ? તેમાં ય દ્રોણુ તા વળી પેાતાને દેખાતાં અનેક અમંગળ એંધાણામાં જ અટવાઈ ગયા છે. તેમનું ચાલે તેા સૈન્યને લઇને હસ્તિનાપુર ભેગા જ થઈ જાય—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com