________________
૩૧૦
- વ્યાસજીએ આ હોય ને ?
પૌરુષ' શબ્દ અહીં કટાક્ષમાં તે નહિ વાપર્યા
૧૦૧. શંખનાદ ! હવે આ તરફ પેલા શમીના વૃક્ષ પાસે આવીને બહનલાએ ઉત્તરકુમારને એ ઝાડ પર ચઢવાનું કહ્યું.
“કેમ ?”
“આ ઝાડ ઉપર એક ધનુષ્ય છે અને બાણથી ભરેલું એક ભાથું છે તે મારે જોઈએ છે. ત્યાં બીજાં પણ અનેક આયુધે છે, પણ તું ઉપર ચઢ, એટલે મારે શું જોઈએ છે તે હું તને બતાવું.”
પણ આ ઝાડ પર તે, જુ, પેલું કે મનુષ્યનું મુડદુ છે! એને મારાથી શી રીતે અડાય ?”
“એને અડવામાં જરા ય વાંધો નથી, કુમાર. મારા પર શ્રદ્ધા રાખ. હું તારી પાસે તારા કુળને લાંછન લાગે એવું કશું જ કામ નહિ કરાવું. પણ હવે ઝટ ઝાડ ઉપર ચઢી જા.”
પણ કાનાં છે એ બધાં આયુધે ? અને અહીં ક્યાંથી આવ્યાં ? અને તમને શી રીતે ખબર પડી ?”
એ બધા સવાલોના જવાબો હમણાં જ તને આપું છું ભાઈ, પણ હવે એ ધનુષ્ય ઉતારી આવ.”
ઉત્તર ઉપર ચઢયો તો ત્યાં તેણે નિરાંતે સુતેલા સર્પો જેવાં પાંચ ધનુષ્ય જોયાં. આવાં ધનુષ્યો તેણે કદી જોયા જ ન હતાં. આટલાં પ્રચંડ અને આટલાં મનેહર! એકેકનું વર્ણન કરીને તેણે એ કાનાં છે એમ ફરી પૂછયું. અર્જુને હવે તેને આ શસ્માસ્ત્રો શમીવૃક્ષ પર શી રીતે આવ્યાં તેને આખો ઇતિહાસ કહ્યો–અને કર્યું આયુધ કાનું છે તે જણાવીને પોતાને તેમજ ચારે ય ભાઈઓને પરિચય પણ રમતમતમાં આપી દીધે.
“પણ તમને આ નપુંસકત્વ શી રીતે સાંપડી ગયું ?”
પાથે એને ઈતિહાસ પણ ટૂંકામાં સંભળાવી દીધો. અને પછી ઉત્તરે ઉતારેલા ગાંડીવને સજજ કરીને શંખનાદ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com